ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની કહેર હજી પણ યથાવત દેખાઇ રહ્યો છે. દિનપ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝીટીવ કેસોમાં પણ વધારો જોવા મળતા તંત્ર પણ દોડતુ થયું છે. ભાવનગરમાં પણ ફરી એકવાર સ્વાઇન ફ્લૂ ઉથલો મારતા એક વ્યક્તિનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂને કારણે ગત 26 દિવસોમાં જ 4 લોકોના મોત થયા હતા. આ સીઝનમાં આશરે 100 કરતા પણ વધુ કેસ પોઝિટીવ નોધાયા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યમાં ઠંડી વધવાને કારણે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. 


મહત્વનું છે, કે સરકારી હોસ્પિટલમાં 10 પોઝીટીવ અને 3 શંકાસ્પ્રદ લોકો અત્યારે સારવાર કરી લઇ રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડી નો પારો વધતા સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વર્ષ 2019ના પ્રારંભથી જ સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 દિવસમાં 75 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જે પૈકી 15 દર્દીના સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના નવા 9 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ગોંડલના મોટા દડવાની 55 વર્ષીય મહિલા સહિત 4 દર્દીના મોત નિપજ્યા છે.


ધોળકા બગોદરા રોડ પરથી કારમાંથી ઝડપાયો 114 કિલો ગાંજાનો જથ્થો


રાજકોટમાં હજુ પણ સ્વાઈન ફલૂ વોર્ડમાં ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં 32 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાંથી રાજકોટ શહેરના 11, જિલ્લાના 8 અને અન્ય જિલ્લાના 13 દર્દીનો સમાવેશ થાય છે. વધતા જતા સ્વાઈન ફ્લૂના કેસ આરોગ્ય વિભાગ માટે ચિંતા નો વિષય બન્યો છે, ત્યારે સામાન્ય શરદી ઉધરસ કે સ્વાઈન ફ્લૂના લક્ષણ જણાય તો સિવિલ હોસ્પિટલ કે એમડી કક્ષાના તબીબ પાસે સારવાર લેવા સૂચન કરવામાં આવ્યું છે.