અજય શીલુ/ પોરબંદર:  યુવાઓનો આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 157મી જન્મજયંતિ છે. નાની ઉમરમાં જ દેહ ત્યાગ કરનાર સ્વામી વિવેકાનંદે આમ તો દેશ વિદેશમાં પરિભ્રમણ કર્યુ છે. પરંતુ પોરબંદર સાથે તેઓનો નાતો કાઈક અનેરો રહ્યો છે. કારણ કે, તેઓએ પોરબંદરમા એક-બે દિવસ નહી પરંતુ સૌથી વધુ 4 માસ જેટલો લાંબો અહી સમય વિતાવ્યો હતો. ત્યારે ચાલો જોઈએ કયું છે તે પવિત્ર સ્થાન જ્યા સ્વામી વિવેકાનંદે કર્યુ હતુ આટલુ લાંબુ રોકાણ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તંત્રના અનેક વિભાગો દ્વારા સસ્તા અનાજની દુકાન માલિકોની ખોટી રંજાડની રાવ


દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદની 157મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદર સાથે પણ સ્વામી વિવેકાનંદને વિશેષ અને યાદગાર નાતો રહ્યો છે, કારણ કે એવુ કહેવામાં આવે છે કે, સંન્યાસી ક્યારેય કોઈ સ્થળ પર ત્રણ દિવસથી વધુ રોકાણ કરતા નથી પરંતુ સ્વામી વિવેકાનંદે ભારત પરીભ્રમણ દરમિયાન પોરબંદરમાં 4 માસ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો. આ પોરબંદરના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલના સેક્રેટરી સ્વામી આત્મદિપાન્નદજીએ એવુ જણાવ્યુ હતુ કે, ઈસ.1891-92માં વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ સ્થળ પર કે જ્યા હાલ વિવેકાનંદ મેમોરીયલનુ નિર્માણ થયેલુ છે તે સ્થળ પર પોરબંદરના વિદ્ધાન એડમીનીસ્ટ્રેટર શંકર પાંડુરગ શાસ્ત્રી રહેતા હતા. જ્યા સ્વામીજી તેઓના અતિથિ તરીકે રહ્યા હતા. આજે પણ સ્વામીજીનો ઓરડો અહી હયાત છે અને સાથે એ બેંચ પણ છે કે જ્યા તેઓ બેસતા હતા. કહેવાય છે કે, પોરબંદરના એડમીસ્ટ્રેટર શંકર પાંડુરગ શાસ્ત્રીએ જ સ્વામીજીને ફ્રેન્ચ ભાષા શીખવી હતી. તો સ્વામીજીએ પણ તેમને અથર્વવેદના ભાષાંતરમાં મદદ કરી હતી.


ઉતરાયણ: પશુઓ માટે સંવેદનશીલ સરકાર, 124 ડોક્ટર્સ અને 1469 વોલેન્ટિયર્સ ખડેપગે


પોરબંદરના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલ ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર જિલ્લા યુવા ભાજપ ટીમે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરીને સ્વામીજીને નમન કર્યા હતા. સ્વામીજી જે ઓરડામાં 4 માસ જેટલો સમય રહ્યા હતા તે પવિત્ર ઓરડાની પણ યુવા ભાજપની ટીમે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખે એવુ જણાવ્યુ હતુ કે, સ્વામી વિવેકાનંદજી માત્ર ભારતના જ નહી પરંતુ સમગ્ર વિશ્વના યુથ આઈકોન છે પોરબંદરવાસીઓનુ સૌભાગ્ય છે કે, અમોને ગાંધીજી તો મળ્યા જ છે પરંતુ સાથે સ્વામી વિવેકાનંદજી પરિભ્રમણ દરમિયાન જે સ્થળ પર રોકાયા હતા તે આ રુમમાં આજે પણ જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે અહી પોઝીટીવ વાઈબ્રેશનનો અનુભવ થાય છે.


સત્ય હંમેશા કડવું હોય છે અને હું સત્ય બોલું એટલે કડવો લાગુ છું: નીતિન પટેલ


પોરબંદરમાં દર વર્ષે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આ વિવેકાનંદ મેમોરીયલની મુલાકાત લઈને સ્વામીજીને પ્રણામ કરતા જોવા મળે છે. જે સ્થળ પર સ્વામીજીએ આટલો સમય વિતાવ્યો હતો તે સ્થળ પર થોડો સમય વિશ્રામ-ધ્યાન કરીને ધન્યતા અનુભવે છે. તો સાથે જ વર્ષોથી શિક્ષણ-આરોગ્ય અને સામાજીક ઉત્થાન માટે કાર્ય કરતા પોરબંદરના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલની પણ લોકો મુલાકાત લેતા જોવા મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube