પોરબંદરના આ સ્થળે એવુ તો શુ હતું કે સ્વામી વિવેકાનંદ ચાર મહિના રોકાયા હતા
12મી જાન્યુઆરી એ કોઇ સામાન્ય દિવસ નથી. ઇતિહાસના પાનાઓમાં અંકાઇ ગયેલો આ એક એવો દિવસ છે કે જ્યારે ભારતની ભૂમિ પર મહાન વિચારકે જન્મ લીધો હતો, જેમણે વિશ્વભરમાં ભારતનો સંદેશો ફેલાવ્યો હતો. આજથી 150 વર્ષ પહેલાં મહાન સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) નો જન્મ થયો હતો. સ્વામીજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી. પરંતુ તેમનો જુસ્સો, મિશન અને સંદેશો આજે પણ દેશની પેઢીઓને પ્રેરીત કરતો રહે છે. યુવાઓ (Youth Day) ના આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 159મી જન્મજયંતિ છે. તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સ્વામીજીનાં વિચાર કોઇ પણ વ્યક્તિની નિરાશાને દુર કરી શકે છે. તેમાં આશાનો સંચાર કરી શકે છે. સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે તેવું એક જગત ગુરુ ભારતનું સપનું સ્વામી વિવેકાનંદે સેવ્યું હતું. તેમના સ્વપ્ન અનુસારના ભારતનું નિર્માણ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ દેશના ઘડતરમાં યુવાનોને રાહ ચિંધતા કાર્યક્રમોની શરુઆત કરી દીધી છે.
અજય શીલુ/પોરબંદર :12મી જાન્યુઆરી એ કોઇ સામાન્ય દિવસ નથી. ઇતિહાસના પાનાઓમાં અંકાઇ ગયેલો આ એક એવો દિવસ છે કે જ્યારે ભારતની ભૂમિ પર મહાન વિચારકે જન્મ લીધો હતો, જેમણે વિશ્વભરમાં ભારતનો સંદેશો ફેલાવ્યો હતો. આજથી 150 વર્ષ પહેલાં મહાન સ્વામી વિવેકાનંદ (Swami Vivekananda) નો જન્મ થયો હતો. સ્વામીજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી. પરંતુ તેમનો જુસ્સો, મિશન અને સંદેશો આજે પણ દેશની પેઢીઓને પ્રેરીત કરતો રહે છે. યુવાઓ (Youth Day) ના આદર્શ અને વિશ્વ વિભુતી સ્વામી વિવેકાનંદની આજે 159મી જન્મજયંતિ છે. તેમનાં વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સ્વામીજીનાં વિચાર કોઇ પણ વ્યક્તિની નિરાશાને દુર કરી શકે છે. તેમાં આશાનો સંચાર કરી શકે છે. સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે તેવું એક જગત ગુરુ ભારતનું સપનું સ્વામી વિવેકાનંદે સેવ્યું હતું. તેમના સ્વપ્ન અનુસારના ભારતનું નિર્માણ કરવા માટે પ્રધાનમંત્રી મોદીએ દેશના ઘડતરમાં યુવાનોને રાહ ચિંધતા કાર્યક્રમોની શરુઆત કરી દીધી છે.
સ્વામી વિવેકાનંદે આમ તો દેશ વિદેશમાં પરિભ્રમણ કર્યુ છે. પરંતુ પોરબંદર સાથે તેઓનો કંઈક વિશેષ લગાવ જોવા મળ્યો હતો. તેઓએ પોરબંદરમાં એક-બે દિવસ નહિ, પરંતુ 4 માસથી વધુ લાંબો સમય વિતાવ્યો હતો. તેમણે કઈ જગ્યાએ કેમ આટલા દિવસ રોકાણ કર્યું તે માહિતી રસપ્રદ છે.
આ પણ વાંચો : કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે, આદિવાસી ખેડૂતે ટાંકામાં મોતીની ખેતી કરીને બતાવ્યું પોતાનું ટેલેન્ટ
પોરબંદર સાથે પણ સ્વામી વિવેકાનંદને અનેરો નાતો રહ્યો છે. કારણ કે કહેવાય છે કે, સંન્યાસી ક્યારેય કોઈ સ્થળ પર ત્રણ દિવસથી વધુ રોકાણ કરતા નથી. પરંતુ સ્વામી વિવેકાનંદે ભારત પરિભ્રમણ દરમિયાન પોરબંદરમાં 4 માસ જેટલો લાંબો સમય વિતાવ્યો હતો. ઈસ.1891-92માં વિવેકાનંદ જ્યારે ભારત ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલ સ્થળ પર કે જ્યા હાલ વિવેકાનંદ મેમોરીયલનુ નિર્માણ કરાયેલું છે તે સ્થળ પર પોરબંદરના વિદ્ધાન શંકર પાંડુરંગ રહેતા હતા. આજે પણ સ્વામીજીનો આ ઓરડો અહી હયાત છે અને સાથે એ બેન્ચ પણ છે કે, જ્યા તેઓ બેસતા હતા.
કહેવાય છે કે, પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગે જ સ્વામીજીને ફ્રેન્ચ ભાષા શીખવી હતી. તો સ્વામીજીએ પણ તેમને અથર્વ વેદના ભાષાંતરમાં મદદ કરી હતી. ભારત દેશના ઉત્થાન માટે જેઓએ સતત કાર્યો કર્યા છે તે સ્વામી વિવેકાનંદ પોરબંદરના જે ભોજેશ્વર બંગ્લાના ઓરડામાં આટલો લાંબો સમય રોકાણ કર્યુ હતું, તેની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદી તેમજ તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે અબ્દુલ કલામ પણ કરી ચૂક્યા છે. અહી દેશ વિદેશથી અનેક મુલાકાતીઓ આ ઓરડામાં ધ્યાન કરવા આવે છે. અહીં આવતા લોકોને આ ઓરડામાં આજે પણ સ્વામીજીના વાઈબ્રેશન અનુભવાય છે.
આ પણ વાંચો : હવે લુખ્ખાઓ મહિલાઓની પાછળ રોમિયોગીરી નહિ કરી શકે, અમદાવાદ પોલીસ કરી રહી છે મોટું પ્લાનિંગ
વિશ્વ વિભૂતિ અને એક મહાન સંત એવા સ્વામી વિવેકાનંદના જન્મ દિવસને આજે ભારત સહિત સમગ્ર વિશ્વ યુવા દિવસ તરીકે ઉજવે છે, ત્યારે પોરબંદર રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરીયલના સેક્રેટરી સ્વામી આત્મદિપાન્નદે એવુ જણાવ્યું કે, આજના આ પવિત્ર દિવસે ભારતના તમામ યુવક યવતીઓને સ્વામીજીનો સંદેશ હતો કે ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ આ સૂત્રને અમલ કરવાની જરૂર છે. તો સાથે જ સ્વામીજી હંમેશા કહેતા તેમ ચરિત્રવાન બનો. કારણ કે જેઓનુ ચરિત્ર સારુ હશે તો ફરીથી આપણે ભારતના ભવ્ય ભૂતકાળથી પણ સારા ભારતનુ નિર્માણ કરી શકીશું. આજના દિવસે યુવાનો સ્વામીજીએ લખેલ પુસ્તકો વાંચી તેમના સંદેશને લોકો અનુસરવા તેઓએ અપીલ કરી હતી.
દર વર્ષે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આ વિવેકાનંદ મેમોરીયલની મુલાકાત લઈને સ્વામીજીને પ્રણામ કરતા જોવા મળ છે. જે સ્થળ પર સ્વામીજીએ આટલો સમય વિતાવ્યો તે સ્થળ પર થોડો સમય વિશ્રામ-ધ્યાન કરીને ધન્યતા અનુભવે છે. તો સાથે જ અહી રામકૃષ્ણ મિશન દ્વારા સ્વામીજીએ જીવન પર્યત શિક્ષણનો વ્યાપ વધારવા જે કામ કર્યુ તેવા શિક્ષણ અને સામાજીક ઉત્થાન માટેના પણ વિવિધ કાર્યક્રમો અહી યોજાતા રહે છે. ખરા અર્થમાં સ્વામીજીના વિચારો આજની યુવાપેઢી અપનાવે તો અનેક સમસ્યાઓથી રાહત મળી શકે તેમ છે એટલુ જરુરથી કહી શકીએ.