સ્વામિનારાયણ સાધુએ કૃષ્ણ ભગવાનના અસ્તીત્વ અંગે ટિપ્પણી કરતા આહિર સમાજમાં રોષ
મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.
તેજશ મોદી/સુરત: મોરારીબાપુ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરત ગુરુકુલના ધર્મ વલ્લભદાસ સ્વામી દ્વારા ભગવાન કૃષ્ણ વિશે અશોભનીય ટિપ્પણી કરી હોવાનો વિડીયો વાઇરલ થયો છે. બે દિવસ પહેલા સુરત ગુરુકુલમાં ભક્તોને સંબોધતા ધર્મ વલ્લભ સ્વામીએ કહ્યું હતું કે, શું કૃષ્ણએ ભગવાન છે? શિશુપાલને ફોન કરી પૂછો, શંકરવર્ણી પાંડવોએ તેમને ભગવાન બનાવ્યા, વગેરે ટિપ્પણી કરી હતી.
આ વીડિયો વાઇરલ થતાં આહીર સમાજમાં રોષ ફેલાયો હતો. આહીર સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ડભોલી સ્થિતિ સ્વામિનારાયણ ગુરૂકુળ ગયા હતાં. જ્યાં એક સમયે સ્વામિનારાયણ સંપ્રદાય અને આહીર સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
જામનગર: સતત વરસાદથી નદી-નાળાઓ અને ડેમ છલકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ
જોકે બાદમાં ધર્મ વલ્લભ સ્વામી દ્વારા ખુલાસો કરતા માંડ મામલો થાળે પડ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, શિશુપાલનું ઉદાહરણ આપી રહ્યો હતો. કૃષ્ણ વિશે કશું પણ અપમાનજન બોલ્યો નથી. તો તેમના ભક્તોએ પણ કહ્યું હતું કે કોઈ વિઘ્નસંતોષીએ બદનામ કરવા વિડીયો બનાવ્યો છે, 30 મિનિટ માંથી માત્ર 1 મિનિટનો વિડીયો વાઇરલ કરાયો છે.
જુઓ LIVE TV :