Sanatan Dharma નચિકેત મહેતા/ખેડા : વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ બફાટ કર્યા બાદ હવે માફી માંગી છે. ખોડિયાર માતાજી કરેલી વિવાદિત ટિપ્પણી બાદ હવે તેમણે માફી માંગી છે. તેમના નિવેદનથી ખોડલધામ ટ્રસ્ટ અને ભક્તોની લાગણી દુભાઈ હતી. જેથી વડતાલ મંદિરના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોડિયાર માતાજી અને નાથ સંપ્રદાય વિરુદ્ધ ટિપ્પણી કરવાનો બ્રહ્મ સ્વરૂપ દાસ સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. જેના બાદ વિવાદ ઉઠ્યો હતો. આખરે આખરે બ્રહ્મસ્વરૂપ સ્વામીને બ્રહ્મજ્ઞાન થયું છે. વડતાલના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ માફી માગી છે. માફી માંગતા બ્રહ્મસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, મારો આશય કોઈની ધાર્મિક લાગણી દુભાવવાનો નહોતો. મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો. છતાં મારા શબ્દોથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું બ્રહ્મસ્વરૂપદાસ સ્વામી દિલગીરી સાથે, હાથ જોડીને કરબદ્ધ ક્ષમા યાચના ચાહું છું. ફરી વખત આનું પુનરાવર્તન નહી થાય તેની ખાતરી આપું છું. 


પેપરલેસ વિધાનસભામાં ઓછું ભણેલાં આ ધારાસભ્ય અનોખી રીતે પોતાની વાત રજૂ કરે છે


ગુજરાતના ફેમસ હીલ સ્ટેશનમાં લોકોના આરોગ્ય સાથે ચેડા, વેચાતું હતું આવું ગંદુ ફૂડ