બુરહાન પઠાણ/આણંદ : સોખડાનાં સ્વામિનારાયણ સંપ્રદાયનાં મહંત હરીપ્રસાદ સ્વામીનાં બ્રહ્મલીન થયા બાદ સંપ્રદાયની સત્તાને લઈને સંતો વચ્ચે વિવાદ સર્જાયો છે. સ્વામી ત્યાગ વલ્લભદાસજી દ્વારા સંપ્રદાયનાં વડા તરીકે સ્વામી પ્રેમસ્વામીજીની નિમણુંક કરતા તેમજ સ્વામિ પ્રબોધસ્વામીનાં સમર્થક હરીભકતોને ધુવડ તરીકે સંબોધવામાં આવતા સ્વામી પ્રબોધસ્વામીનાં સમર્થક હરીભકતોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે આણંદ ખાતે યોજાયેલી હરી ભકતોની બેઠકમાં હરીભકતો દ્વારા ત્યાગવલ્લભદાસજી મહારાજનાં નિવેદનને વખોડી કાઢી ત્યાગવલ્લભદાસજી મહારાજ માફી માંગે તેવી માંગ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાયદો અને વ્યવસ્થાના ચિંથરે હાલ: સુરતમાં બબાલમાં વચ્ચે પડેલા એક યુવકને મળ્યું મોત


સોખડાનાં સ્વામિનારાયણ મંદીરમાં સ્વામી પ્રેમસ્વરૂપદાસજી અને સ્વામી પ્રબોધદાસજી મહારાજનાં સમર્થકો વચ્ચે સત્તાને લઈને વિવાદ ઉભો થયો છે, મહંત હરીપ્રસાદ સ્વામીનાં નિધન બાદ સંપ્રદાયનાં વહીવટ અને સત્તાને લઈને બે સંતો અને તેમનાં સમર્થકો વચ્ચે સર્જાયો છે, ત્યારે ત્યાગવલ્લભદાસજી મહારાજ દ્વારા પ્રબોધસ્વામીનાં સમર્થક હરીભકતોને ધુવડ તરીકે સરખાવવામાં આવતા પ્રબોધ સ્વામીનાં હરીભકતોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. પ્રબોધ સ્વામિનાં સમર્થક 75 હજારથી વધુ યુવા હરીભકતોએ ત્યાગવલ્લભદાસજી મહારાજ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે.


આમનું જીવન તો મજૂરી અને આંદોલનમાં જ જશે કે શું? પાલનપુરના ખેડૂત ફરી એકવાર આંદોલનના માર્ગે


મુંબઈ, કચ્છ ભુજ, જુનાગઢ સહીતનાં શહેરોમાંથી 1500થી વધુ પ્રબોધસ્વામીનાં સમર્થક હરીભકતો ઉમટી પડયા હતા. હરીભકતોને ધુવડ તરીકે સરખાવવા બદલ ત્ચાગવલ્લભસ્વામી જાહેરમા માફી માંગે તેમજ પ્રેમસ્વામી અને પ્રબોધ સ્વામી બન્ને ભેગા મળીને સંપ્રદાયનો વહીવટ કરે તેવુ નક્કી કરવામાં આવ્યું હતું. હરીપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેઓનાં અંતિમસંસ્કાર વખતે દેશ વિદેશનાં હરીભકતોની હાજરીમાં પ્રેમસ્વામી અને પ્રબોધ સ્વામી બન્ને ભેગા મળીને હરીપ્રસાદ સ્વામીનાં યુગકાર્યને આગળ વધારશે તેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ત્યાગવલ્લભ સ્વામી દ્વારા એક તરફી વલણ અપનાવીને પ્રેમસ્વામીને આગળ કર્યા હતા, તેમજ કોઈ વ્યકિત ખુલાસો માંગે તો મસલ પાવર કે સત્તાનો ઉપયોગ કર્યો છે. છેલ્લા એક માસથી સંતોનાં ફોન બંધ કરી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાગવલ્લભસ્વામી અને અને અન્ય લોકો ફોનનો ઉપયોગ કરે છે તેનું શુ તેવો સવાલ ઉભો કર્યો હતો.


યુવતીએ કહ્યું મારે તમારા ભત્રીજા સાથે લગ્ન કરવા છે, કાકાએ કહ્યું પહેલા મારે સ્વાદ ચાખવો પડશે પછી જ...


ત્યાગવલ્લભદાસજી દ્વારા પ્રેમ સ્વામી ચાર પાંચ દિવસમાં વિચરણમાં હતા. પ્રબોધસ્વામી હરિધામ મંદીરમાં હતાને વિઠ્ઠલદાસ ફુવા આણંદ હતા ત્યારે એકતરફી મનસ્વી રીતે હરિપ્રસાદ સ્વામીનાં અનુગામી તરીકે પ્રેમસ્વામીની જાહેરાત કરી દેવામાં આવતા સમાજની લાગણી દુભાઈ છે. તેમજ આણંદ વિદ્યાનગર ખેડાનાં વડીલ હરીભકતોને વિશ્વાસમાં લીધા સિવાય સત્તાનો ઉપયોગ કરીને એક તરફી રીતે નવી કમીટીની રચનાની જાહેરાત કરી દેવામાં આવી છે.જેનો સંપ્રદાયમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube