આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીના નિવેદને વિવાદ જગાવ્યો
Navratri called Loveratri : નવરાત્રિમાં ગરબાને લઈને સ્વામિનારાયણ સંત અનુપમ સ્વરૂપ સ્વામીનું નિવેદન... કહ્યું, હવે નવરાત્રિને લોકો કહે છે લવરાત્રિ... બસ નામ માત્રની નવરાત્રી કહે છે લોકો...
Swami Anupam Swarup Swami controversial statement : સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. ત્યારે વધુ એક સ્વામીએ નવરાત્રિ વિશે બફાટ કર્યો છે. નવરાત્રિ પર સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીએ કટાક્ષપૂર્ણ વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુક્યો છે. તેમણે કહ્યું કે, નવરાત્રિને લોકો લવરાત્રિ કહે છે. છૂટાછેડાનું કારણ નવરાત્રિ હોવાની ચર્ચા છે. આજે માતાજીના કિર્તન નામ માત્રના થાય છે. જે કાર્યનો હેતુ શુદ્ધ હોય તે જ કરવું જોઈએ.
નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનું પર્વ. ગુજરાતીઓ નવ દિવસ ગરબે ઘૂમે છે. ત્યારે આ પર્વને લઈને સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ સામે આવ્યો છે. અનુપમસ્વરૂપ સ્વામીનુ વિવાદિત નિવેદન સામે આવ્યું છે. નવરાત્રિ પર કટાક્ષપૂર્ણ રીતે વીડિયો બનાવીને તેઓએ પોતાના સોશ્યલ મીડિયા પર મૂક્યો છે. નવરાત્રીને લવરાત્રી અને નામમાત્રની કહીને સ્વામીએ સંબોધી છે.
ઓ બાપ રે... ગુજરાત તરફ આવી રહ્યું છે સૌથી મોટું વાવાઝોડું, અંબાલાલે કરી આગાહી
સ્વામીએ શું કહ્યું
અનુપમસ્વરૂપ સ્વામીએ કહ્યું કે, લોકો નવરાત્રી નહી લવ રાત્રી કહે છે. નવરાત્રિ એ નવ દિવસનો નાઈટ ફેશ શો છે. માતાજીના પૂજા નહી વાસનાના પૂજારીના દિવસો આવ્યા. છુટાછેટા થવાનું કારણ નવરાત્રી છે. નવરાત્રી ગુજરાતીઓની ઓળખાણ લવરાત્રી તરીકે ઓળખાય. દીકરીને બગાડવાનું આમંત્રણ લિગલ નોટિસ સાથે. છુટાછેડા માટેનું મુખ્ય કારણ નવરાત્રિ છે.
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની