રાત ગઈ બાત ગઈ! નેતાઓનું સફાઈ અભિયાનનું નાટક, જ્યાં સફાઈ કરી ત્યાં આજે કચરાના ઢગલા દેખાયા
Swatchh Bharat Abhiyan : એક કલાકના શ્રમદાન છતાં રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી ગંદકી.....ગઈકાલે જ્યાં સફાઈ થઈ હતી ત્યાં આજે કચરાના ઢગલા..નેતાઓ માત્ર રસ્તા સાફ કરી જતા રહ્યાનો સ્થાનિકોનો આરોપ....
Swachh Bharat Mission અલકેશ રાવ/બનાસકાંઠા : આજે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની 154 મી જન્મજયંતી સમગ્ર દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. બાપુની જયંતી સ્વચ્છ ભારત અભિયાનના રૂપમાં ઉજવવામાં આવી રહી છે. પીએમ મોદીએ સ્વચ્છ દેશ બનાવવાનું આહવાન કર્યુ છે. ત્યારે નેતાઓ અને મંત્રીઓ હાથમાં ઝાડુ લઈને રસ્તા પર નીકળી ગયા હતા. મોટાપાયે સ્વચ્છતા અભિયાનનું બ્રાન્ડિંગ કરાયું. ત્યારે આ બ્રાન્ડિંગ માત્ર નેતાઓ પૂરતુ સિમિતિ રહ્યું. નેતાઓનુ સફાઈ અભિયાનનું નાટક ફોટોસેશન પૂરતુ જોવા મળ્યું. કારણ કે, નેતાઓએ જ્યાં સફાઈ કરી ત્યાં આજે કચરાના ઢગલા દેખાયા. બનાસકાંઠામાં તો નેતાઓને ભાજપ કાર્યાલયના 10 ફૂટ દૂર કચરાનો ઢગલો ન દેખાયો. ત્યારે ઝી 24 કલાકે સ્વચ્છતા અભિયાનનું રિયાલિટી ચેક કર્યું, તો નેતાઓના સફાઈ અભિયાનની પોલ ખૂલ્લી પડી.
ધારાસભ્યના મત વિસ્તારમાં જ ગંદકીના ઢગલા
સ્વચ્છ ભારત મિશનને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે બનાસકાંઠા ક્લેક્ટર કચેરી આગળ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને પાલનપુર નગરપાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાથમાં ઝાડુ લઇ કલેકટર કચેરીમાં સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું.જોકે નેતાઓનું આ શ્રમદાન ફક્ત ફોટોસેશન સાબિત થયું છે .પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે ગઈકાલે સફેદ ઝભ્ભો પહેરીને ચોખાચણાટ થઈને હાથમાં મોટું ઝાડુ લઈને નાનામાં નાનો કચરો ઝીણવટથી સાફ કરીને ફોટો સેશન કરાવીને જાણે શહેરની ગંદકી સંપૂર્ણપણે સાફ કરી હોય તેવો ગર્વ લેતા હતા પરંતુ તેમના સફાઈ અભિયાનના ફક્ત એક દિવસ બાદ તેમના કાર્યકાલની બિલકુલ 10 ફૂટ સામે જાહેર રોડ ઉપર કચરાનો મોટો ઢગ જોવા મળ્યો હતો આ કચરાનો ઢગ એટલો છે કે કચરો રોડ ઉપર આવી રહ્યો છે જોકે ધારાસભ્ય અનિતકેત ઠાકર નિયમિત પોતાના કાર્યાલય આવે છે અને અનેક લોકો તેમને મળવા આવતા હોય છે પરંતુ ગઈકાલે નાનામાં નાનો કચરો જોઈને સાફ કરતા ધારાસભ્યને તેમની ખુદની ઓફિસ આગળ કેટલાય સમયથી પડેલો કચરાનો ઢગ દેખાતો નથી જોકે આટલો કચરો હોવા છતાં ધારસભ્યને આ કચરો હટાવી શ્રમદાન કરવાનું સૂઝતું નથી એટલે તેના ઉપરથી સ્પષ્ટપણે માની શકાય કે ધારાસભ્યએ ગઈકાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફક્ત ફોટો સેશન કરાવવા શ્રમદાન કરીને વાહવાહી લૂંટી હતી. જોકે ધારાસભ્યની ઓફીસ અને તેમના મતવિસ્તારમાં ગંદકીના ઢગ જ ધારાસભ્યની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતતાની પોલ ખોલી રહ્યા છે.
આવી સ્થિતિ વચ્ચે કેનેડામાં પગ મૂકાય! બેગ લઈને ભટકી રહ્યાં છે ગુજરાતી વિદ્યાર્થીઓ
અમદાવાદમાં નેતાઓની સફાઈ ઝુંબેશ પર સવાલ
તો બીજી તરફ, અમદાવાદમાં સ્વચ્છતા ઝુંબેશનું રિયાલિટી ચેક કરાયું. સફાઈ ઝુંબેશના નામે માત્ર ફોટો સેશન કરવામાં આવ્યું. રિયાલિટી ચેકમાં વાસ્તવિકતા તદન અલગ જોવા મળી. અમદાવાદમાં અનેક જગ્યાએ કચરાના ઢગલા જોવા મળ્યા. જેને કારણે નેતાઓની એક દિવસની સફાઈ ઝુંબેશ સામે સવાલ ઉઠ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. ખોખરા વોર્ડમાં ઠેર-ઠેર કચરાના ઢગ ખડકાયેલા જોવા મળ્યા. કચરો ફેંકીને જતા રહેતાં લોકોથી સ્થાનિકો પણ પરેશાન છે. સ્થાનિકોએ તંત્ર સામે નિયમિત સફાઈ ન કરવાનો આરોપ લગાવ્યો છે. વર્ષોની સમસ્યાથી કંટાળી કેટલાક સ્થાનિકોએ પોતાની મિલ્કત વેચવા કાઢી છે.
જો તમે પાટીદાર છો તો આ ખાસ જાણી લેજો, સિદસર ઉમિયાધામમાં સમાજ માટે લેવાયા મોટા નિર્ણયો
સુરતમાં સફાઈ જ ન દેખાઈ
સુરતમાં એક તારીખ એક કલાક મહાશ્રમદાન બાદ પણ રોડ,રસ્તા પર ગંદગી જોવા મળી રહી છે .ઉધના વિધાનસભામાં ઝી 24 કલાકની રિયાલિટી ચેક કરતા પાંડેસરામાં સપ્તશૃંગી રોડ પર ઠેર ઠેર ગંદકી જોવા મળી છે.ગત રોજ એક કલાક શ્રમદાનમાં ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ ફોગવા સફાઈ અભિયાનમાં જોડાયા હતા. સફાઈ અભિયાન બાદ પણ પોતાના જ વિસ્તારમાં ગંદકી જોવા મળી છે. પાંડેસરાના સપ્તશૃંગી રોડ પર સફાઈ કરવાની જરૂર હતી. માત્ર સ્વચ્છ રોડ પર જ નેતાઓ સફાઈ કરીને જતા રહ્યાનો આરોપ લોકો કરી રહ્યા છે. પોતાના વિસ્તારનો રોડ સફાઈ નહીં થતા સ્થાનિકોએ પોતે સફાઈ હાથ ધરી હતી.
દમણ ફરવા આવેલા પરિવાર સાથે દુર્ઘટના, હોટલના બાથરૂમમાં કરંટ લાગતા પિતા-પુત્રનુ મોત