રવિ અગ્રવાલ/વડોદરા :કરજણમાં સ્વીટી પટેલ (Sweety Patel) હત્યા કેસનો મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી એકવાર દહેજના અટાલી ગામે પહોંચી છે. ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ને ડી.એન.એ. ટેસ્ટ માટે હાડકાંની જરૂર હોવાથી હવે નવેસરથી પુરાવા એકત્રિત કરવાની શરૂઆત કરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્વીટીની લાશ બાળવામાં આવી તે નિરંજન હોટેલમાં ખોદકામ કરી હાડકાં શોધવાનું શરૂ કરાયુ છે. આ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પોલીસના કેટલાક કર્મચારીઓની પણ પૂછપરછ કરી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અટાલીની બંધ હોટલમાં માનવ અસ્થિ હતા 
સ્વીટી પટેલ હત્યા કેસનો મામલામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને દહેજના અટાલીની બંધ હોટલમાંથી મળેલા અસ્થિના ટુકડા માનવ શરીરના જ નીકળ્યા હોવાનું સાબિત થયુ છે. અમદાવાદની બી જે મેડિકલ કોલેજમાં અસ્થિના ટુકડા તપાસ અર્થે મોકલ્યા હતા. ત્યારે હવે આ હાડકા મૃતક સ્વીટી પટેલના છે કે નહિ તેની તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક વિભાગમાં મોકલાયા છે. વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલા અસ્થિના ટુકડા પણ માનવ શરીરના હોવાનું બહાર આવ્યુ હતું. ત્યારે હવે પોલીસ મજબૂત પુરાવા એકઠા કરવા પ્રયાસો કરી રહ્યું છે. 


ઉલ્લેખનીય છે કે, સ્વીટી પટેલની હત્યા કરવામાં કિરીટસિંહનો પણ સહયોગ હતો. સ્વીટીની હત્યા કર્યા બાદ પી.આઇ અજય દેસાઇ (PI Ajay Desai) એ કિરીટસિંહને સવારે ફોન કરી કહ્યું હતું કે, બહેનને મારી નાખી છે અને લાશ લઇ આવ્યો છું. જેથી કિરીટસિંહ તેમાં સામેલ થયો હતો. પરંતુ  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ટ્રોગેશનમાં કિરીટસિંહએ વટાણા વેરી દીધા અને બીજી તરફ દેસાઇએ ગુનાની કબૂલાત કરી લીધી હતી. અજય દેસાઇ સ્વિટીની લાશને બાળી રહ્યો હતો ત્યારે કિરીટસિંહ વૈભવ હોટલમાંથી તમામ દ્રશ્યો જોઇ રહ્યો હતો. કોઇને શંકા ન જાય તે માટે પી.આઇએ પોતે નહિ, પણ સ્વીટીના ભાઇ મારફત કરજણ પોલીસમાં જાણવા જોગ અરજી દાખલ કરાવી હતી.