મૌલિક ધામેચા/અમદાવાદ : SOG ના PI ની પત્ની ગુમ થયા મુદ્દે અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ખુબ જ ગુંચવાડા ભરેલો કેસ ઉકેલી નાખવામાં આવ્યો છે. ક્રાઇમબ્રાંચની તપાસમાં ખુબ જ મોટો ઘટસ્ફોટ થયો હતો. જેમાં સ્વીટીના પતિ અને એસઓજી પીઆઇ દ્વારા જ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીગ્રાફીક અને SDS ટેસ્ટ થઇ ચુક્યા છે. જો કે પીઆઇએ છેલ્લી ઘડીએ ઇન્કાર કરતા તેનો નાર્કોટેસ્ટ થઇ શક્યો નહોતો. આ અંગે પોતે માનસિક અને શારીરિક રીતે પોતે સ્વસ્થ નહી હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Banaskantha મા વરસાદના અભાવે વલખા મારી રહ્યા છે ખેડૂતો, પાક બળી જવાની તૈયારીમાં


વડોદરામાં SOG PI એ.એ દેસાઇનીપ ત્ની સ્વિટી મહેન્દ્રભાઇ પટેલ 47 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હવે આ કેસની તપાસ અમદાવાદ સિટી ક્રાઇમબ્રાંચ અને ATS ને સોંપવામાં આવી હતી. જેમાં એટીએસ દ્વારા ટેક્નીકલ સપોર્ટ આપવાનો હતો. જ્યારે ગુજરાત ક્રાઇમબ્રાંચ સમગ્ર કેસની તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું કે, અજય દેસાઇ દ્વારા જ સ્વીટી પટેલનું કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે અટાલીથી મળેતા હાડકા સ્વીટી પટેલનાં જ હોવાનું સામે આવ્યું છે. 


ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા? સતત ત્રીજા દિવસે પણ કેસમાં વધારો થયો


બંન્ને વચ્ચે ઘરકંકાસ ચાલી રહ્યો હતો અને બંન્ને લાંબા સમયથી લિવઇનમાં રહેતા હતા. જો કે ઝગડો થવાનાં કારણે કંટાલીને પીઆઇએ સ્વિટી પટેલની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એ.એ દેસાઇએ અગાઉ લગ્ન કર્યા હતા. જેમાં છુટાછેડા લીધા બાદ તે સ્વિટી સાથે લિવ ઇનમાં રહેતા હતા. ત્યાર બાદ પણ દેસાઇએ બીજા લગ્ન કરી લીધા હતા. જ્યારે સ્વિટી સાથે રહેવાનું ચાલું જ રાખ્યું હતું. 


RAJKOT માં આફતનો વરસાદ, અડધા શહેરમાં જળબંબાકારની સ્થિતિ


2015માં સ્વિટી પટેલ અને દેસાઇ એક સામાજિક પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા. સ્વિટી પટેલે લગ્ન કર્યાનાં 1 જ મહિનામાં છુટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ દેસાઇ અને બંન્ને સાથે રહેવા લાગ્યા હતા. પીઆઇએ પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત જ્યાં મૃતદેહ હતો ત્યાં હોટલના માલિકને પણ ઝડપી લેવાયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube