સીઝનલ ફ્લૂઃ 1 જાન્યુઆરીથી અત્યાર સુધી રાજ્યમાં 1117 કેસ નોંધાયા, 51નાં મોત
આ વર્ષે ઠંડીનું પ્રવાણ વધારે પડતું રહ્યું છે અને તેના કારણે રાજ્યમાં સીઝનલ ફ્લૂએ પણ જાણે કે ભરડો લીધો છે, રાજ્યના મોટાભાગના શહેરોમાં દરરોજ પોઝિટિવ કેસ જોવા મળતા હોય છે
હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યમાં ઠંડીના પ્રમાણની સાથે-સાથે સીઝનલ ફ્લૂના કેસમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં દરરોજ પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે અને રાજ્યમાં દરરોજ બે થી ત્રણ મોત સીઝનલ ફ્લૂને કારણે થઈ રહ્યા છે. ગુરૂવારે વલસાડમાં એક દર્દીનું સીઝનલ ફ્લૂથી મોત થયું હતું. રાજ્યમાં 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 1117 સીઝનલ ફ્લૂના કેસ નોંધાયા છે, જેમાંથી કુલ 51નાં મોત થઈ ચૂક્યા છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રાજ્યમાં અત્યારે કુલ 416 દર્દી સીઝનલ ફ્લૂની સારવાર લઈ રહ્યા છે, જ્યારે 650 દર્દી સાજા થઈને ઘરે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગુરૂવારે સિઝનલ ફ્લૂના કુલ 80 નવા કેસ નોંધાયા હતા.
આશાબેન પટેલની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મોડી રાત્રે વિશેષ બેઠક
જેમાં અમદાવાદ કોર્પોરેશન (26), વડોદરા કોર્પોરેશન (15), સુરત કોર્પોરેશન (6), બનાસકાંઠા (5), ભાવનગર (4), રાજકોટ અને ગાંધીનગર (3-3), બાવનગર, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા અને સુરેન્દ્રનગર ખાતે (2-2), સાબરકાંઠા, અમરેલી, રાજકોટ કોર્પોરેશન, કચ્છ, મોરબી, ભરૂચ, જામનગર કોર્પોરેશન, દેવભૂમી દ્વારકા, બોટાદ અને ગીર-સોમનાથ ખાતે (1-1) કેસ નોંધાયા છે.
1 જાન્યુઆરીથી અત્યાર સુધી સીઝનલ ફ્લૂના આંકડા
- કુલ નોંધાયેલા કેસ-1117
- સાજા થયેલા કેસ - 650
- સારવાર હેઠળના કેસ- 416
- સારવાર દરમિયાન મૃત્યુ - 51