કઈ રીતે થયો હતો અમૂલ ગર્લ નો આવિષ્કાર? જાણો કોણે આ એડ-કેમ્પેઈનને બનાવ્યું વર્લ્ડ નંબર વન
Amul Milk: દકુન્હાએ તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડેઝ સાથે મળી પોલ્કા-ડોટવાળું ફ્રોક પહેરેલી ગુલાબી-ચબી ચિક્ક્સ ધરાવતી ‘અમૂલ ગર્લ’નો આવિસ્કાર થયો. છેલ્લાં 57 વર્ષથી અવિરતપણે ચાલતા વિશ્વના એકમાત્ર એડ કેમ્પેનનું સ્થાન ધરાવે છે. ડૉ. કુરિયને કહ્યું, દોરવામાં સહેલો, યાદગાર માસ્કોટ જોઈએ અને પોલ્કા-ડોટવાળા ફ્રોક, ગુલાબી-ચબી ચિક્સવાળી ગર્લતો આવિષ્કાર થયો.
Sylvester daCunha Death: અમૂલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાની એડ વર્ષોથી આપણે જોતા આવીએ છીએ. પણ શું તમને ખ્યાલ છેકે, અમૂલની એડમાં આવતી આ નાનકડી ઢીંગલીનો આવિસ્કાર કઈ રીતે થયો? એના આવિસ્કારના જનકે આજે દુનિયાને અલવિદા કહી દીધું. અહીં વાત કરવામાં આવી રહી છે અમૂલ ગર્લના પિતામહ કહેવાતા સિલ્વેસ્ટર દકુન્હાની. તેમનું મુંબઈમાં લાંબી માંદગી બાદ અવસાન નીપજ્યું છે. અમૂલ ગર્લના આઈડિયા પાછળ સિલ્વેસ્ટર દાકુન્હાના પત્ની નિશા અને આર્ટ ડિરેક્ટરના પત્નીનું પણ યોગદાન હતું. ડૉ. કુરિયને કહ્યું, દોરવામાં સહેલો, યાદગાર માસ્કોટ જોઈએ અને પોલ્કા-ડોટવાળા ફ્રોક, ગુલાબી-ચબી ચિક્સવાળી ગર્લતો આવિષ્કાર થયો હતો. અમૂલનું છેલ્લા ૫૭ વર્ષથી ચાલતું ‘અટરલી બટરલી’ એડ-કેમ્પેઈન વિશ્વનું સૌથી લાંબુ ગણાવાય છે. તેઓ 1960થી અમૂલ સાથે જોડાયેલા હતા. તેમના નિધનથી અમૂલ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આખો પરિવાર આ શોકમાં સામેલ છે.
૧૯૬૦નો દાયકો હતો. ડૉ. વર્ગીસ કુરિયનના વડપણ હેઠળ ગુજરાતનું દૂધ-સહકારી ક્ષેત્ર દેશમાં શ્વેત-ક્રાન્તિના પગરણ માંડી રહ્યું હતું. અમૂલ બ્રાન્ડને વધુ લોકપ્રિય, રાષ્ટ્રીય બનાવવા ચીલાચાલુ જાહેરખબરથી અલગ કંઈક જરૂર હતી. કુરિયને આ કામ ASP એડ એજન્સીને સોંપ્યું. જેના ડિરેક્ટર હતા સિલ્વેસ્ટર ઇકુન્હા. કુરિયને તેમને બે સ્પષ્ટ તાકીદ કરેલી. અમૂલનો માસ્કોટ અને જાહેરખબર દોરવામાં સહેલી અને અત્યંત યાદગાર રહે તેવો હોવો જોઈએ. દકુન્હાએ તેમના આર્ટ ડિરેક્ટર યુસ્ટેસ ફર્નાન્ડેઝ સાથે મળી પોલ્કા-ડોટવાળું ફ્રોક પહેરેલી ગુલાબી-ચબી ચિક્ક્સ ધરાવતી ‘અમૂલ ગર્લ’નો આવિસ્કાર થયો. છેલ્લાં 57 વર્ષથી અવિરતપણે ચાલતા વિશ્વના એકમાત્ર એડ કેમ્પેનનું સ્થાન ધરાવે છે.
અમૂલનું ‘અટરલી બટરલી'થી શરૂ થયેલું એડ કેમ્પેન ક્રમશઃ દેશ-વિદેશના અત્યંત મહત્ત્વના સાંપ્રત ઘટનાક્રમને સાંકળીને અત્યંત સોંસરવા તથા વીઠ્ઠી વાક્યોની જાહેરખબર પર આગળ વધ્યું. જે એટલી બધી લોકપ્રિય બની કે, હવે પછી અમૂલની બટર ગર્લના હોર્ડિંગ પર કોના વિષે, શું કહેવાય છે તેની ઉત્કંઠા લોકવ્યાપી રહેતી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના અમૂલ એડ કેમ્પેનનું સંચાલન કરતા રાહુલ દકુન્હા અત્યંત ગૌરવ સાથે કહે છે કે, ડૉ. ગિસ કુરિયને સ્પષ્ટપણે પિતાને તાકીદ કરી હતી કે, એડ કેમ્પેન સહેજે બોરિંગ ન હોવું જોઈએ અને એવું રમતિયાળ માસ્કોટ બનાવો જે દેશભરની ગૃહિણીઓના દિલ પર રાજ કરે. અમૂલ ગર્લના આઈડિયા પાછળ સિલ્વેટર દાકુન્હાના પત્ની નિશા અને આર્ટ ડિરેક્ટરના પત્નીનું પણ યોગદાન હતું.
સિલ્વેસ્ટર ઇકુન્હાએ કુરિયનને સહેજે નિરાશ નહોતા કર્યાં, તે પુરવાર થયું છે. સાંઈઠ અને સિત્તેરના દાયકામાં હાથે દોરીને બનાવાતા આઉટ-ઓફ-હોમ એડ્વર્ટાઈઝિંગના હોર્ડિંગ્સ, ન્યૂઝ પેપરની પ્રિન્ટ એડથી માંડી બેક-લીટ, ફ્રન્ટ- લિટ હોર્ડિંગના સમયથી આગળ વધી સોશિયલ મીડિયાના પ્રત્યેક તબક્કે પરિવર્તન આવવા છતાં હજુ આજે પણ ‘અમૂલ ગર્લ’ અને તેના સાંપત વિટ્ટી સ્ટેટમેન્ટ્સ એટલા જ અસરકારક અને લોકપ્રિય છે.