તેજશ મોદી/અમદાવાદ: નેચરલ ડાયમંડની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી સિન્થેટીક ડાયમંડની આયાત અને નિકાસ કરવામાં આવી રહી છે. જેને કારણે અનેક વખત ઉદ્યોગને નુકસાન ઉઠાવવાનો વારો પણ આવ્યો છે. ઉદ્યોગને થઇ રહેલા નુકસાનને પગલે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સરકાર પાસે સિન્થેટીક ડાયમંડને અલગથી એચએસ કોડ આપવાની માગણી કરાઈ હતી, જે સ્વીકારી લેવામાં આવી છે અને અલગથી કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં આયાત કરવામાં આવતા નેચરલ ડાયમંડ દુનિયાના અલગ અલગ દેશોની ખાણો માંથી નીકળે છે, જ્યારે પણ હિરાની આયાત કરવામાં આવે છે, હીરાની આયાત એક ખાસ કોડના આધારે કરાય છે, નિકાસ માટે પણ આજ કોડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી અનેક દેશોમાં નેચરલ હીરાની સાથે સિન્થેટીક ડાયમંડનું પણ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. નેચરલ ડાયમંડ જે ખાણો માંથી નીકળે છે, તો સિન્થેટીક ડાયમંડ મશીન દ્વારા બનાવવામાં આવે છે. 


ભારતમાં છેલ્લા કેટલાક સમયથી નેચરલ ડાયમંડની સાથે સિન્થેટીક ડાયમંડની પણ આયાત કરવા કરવામાં આવે છે. જોકે સમસ્યાએ હતી નેચરલ ડાયમંડ અને સિન્થેટીક ડાયમંડનો એચએસ કોડ એક સરખો હતો. એચએસ કોડ એટલે કે દેશમાં આયાત કે નિકાસ કરવામાં આવતી દરેક વસ્તુને એક ખાસ કોડ. આ કોડ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ વિભાગ દ્વારા આપવા આવે છે. નેચરલ ડાયમંડનો એચએસ કોડ ૭૧૦૪.૨૦.૧૦ હતો. આ અંગેની જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલે વારંવારની રજૂઆતના પગલે ડીજીએફટીએ સિન્થેટીક ડાયમંડને નવો કોડ આપ્યો છે. સિન્થેટીક ડાયમંડ હવે એચ એસ કોડ ૭૧૦૪.૨૦.૯૦થી આયાત અને નિકાસ થશે.


રાજકોટ : ઈન્કમ ટેક્સ ઓફિસર ખેડૂત પાસેથી 30 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા


ભારતમાં નેચરલ ડાયમંડનું એક લાખ કરોડનું ઈમ્પોર્ટ છે. જ્યારે પોલીશ્ડ કરાયેલા ડાયમંડનું એક્સપોર્ટ 1.55 લાખ કરોડનું છે. જો ડોલરમાં જોવામાં આવે તો નેચરલ ડાયમંડની આયાત ૧૫ બિલીયન ડોલરની છે તો સામે પોલીશ્ડ એક્સપોર્ટ ૨૧ બિલીયન ડોલરની આસપાસનું છે. જીજેઈપીસીના આંકડા અનુસાર વર્ષ વર્ષ ૨૦૧૪ થી ૧૫ના એપ્રિલ થી જાન્યુઆરી સુધીના વર્ષમાં સિન્થેટીક ડાયમંડનું એક્સપોર્ટ ૩૦૦ કરોડ રૂપિયા હતું, જે વર્ષ ૨૦૧૫ થી ૧૬ના એપ્રિલ થી જાન્યુઆરીના સમય ગાળા દરમિયાન ૪૦૦ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું.


‘ધવલસિંહ 15 કરોડમાં વેચાયા’ કહી બાયડમાં કરાયો ધવલસિંહ ઝાલાનો વિરોધ


પરતું સિન્થેટીક ડાયમંડ સસ્તા હોવાને કારણે વર્ષ વર્ષ ૨૦૧૮ -૧૯ દરમિયાન એક્સપોર્ટ ૧૮૦૦ કરોડની આસપાસ પહોંચ્યું છે. આમ સિન્થેટીક ડાયમંડના એક્સપોર્ટમાં વધારો થઇ રહ્યો છે. જીજેઈપીસીના રીજનલ ચેરમેનનું કેહવું છે કે સિન્થેટીક ડાયમંડનો અલગ એચએસ કોડ આવવાના કારણે હવે એ માહિતી મળશે કે તેનું ઉત્પાદન કયા દેશમાં કેટલું થાય છે, ભારતમાં તેની આવક અને નિકાસ કેટલી છે. નેચરલ ડાયમંડ સાથે જોડાયેલા ઉદ્યોગકારોને આનથી જરૂર ફાયદો થશે.


કડી : વરઘોડો કાઢનાર દલિત પરિવારનો ગામ બહિષ્કાર કરનાર સરપંચને આખરે સસ્પેન્ડ કરાયા


જુઓ LIVE TV



કુદરતી રીતે ખાણમાંથી નિકળતા નેચરલ ડાયમંડની સરખામણી જો સિન્થેટીક ડાયમંડ સાથે ક્વોલીટ સંદર્ભે કરવામાં આવે તો જરૂરથી અલગ પડી શકે છે, તેને જ કારણે નેચરલ ડાયમંડની કિંમત કરતા સિન્થેટીક ડાયમંડની કિંમત ઓછી હોય છે. જોકે જેને ઓછી કિમતમાં આપીને પોતાની જ્વેલરીમાં ડાયમંડ મુકાવવા છે, તેઓ સિન્થેટીક ડાયમંડનો ઉપોયગ જરૂરથી કરશે. જોકે તેને કારણે નેચરલ ડાયમંડની ખરીદી ઘટી પણ શકે છે અને ઉદ્યોગને નુકસાન પણ થઇ શકે છે, ત્યારે હવે નેચરલ ડાયમંડ અને સિન્થેટીક ડાયમંડના અલગ કોડ થઈ ગા છે, તો જોવું એ રહ્યું કે નેચરલ અને સિન્થેટીક ડાયમંડના ધંધામાં કોને નુકસાન થાય છે અને કોને ફાયદો.