અમદાવાદ: રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં અંતિમ તબક્કાનો વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત દક્ષિણના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ક્યાંક વિજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. અને અમૂક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાટણ, પાલનપુર અને અરવલ્લીમાં વરસાદ 
પાલનપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદ થતાં દીવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. જ્યારે અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. પાટણ જિલ્લામાં રાત્રિ દરમ્યાન ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. જિલ્લામાં છુટ્ટો છવાયો વરસાદ પડ્યો હતો.


છોટાઉદેપુર: વિરહ સહન ન થતા પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે પ્રેમિકાની કરી ક્રુર હત્યા


સુરેન્દ્રનગર અને જામનગર સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ
સુરેન્દ્રનગર શહેર તેમજ સમગ્ર જીલ્લામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઇ કાલે અને આજે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દિવસ ભર ભારે બફારા બાદ વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. જામનગરના જામજોધપુરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જામજોધપુરમાં છેલ્લા ચાર કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 


ઢબુડીની યુટ્યુબ ચેનલ પર દાવો, ગૃહમંત્રીની કેન્સરની બિમારી માતાએ ભગાડી


વડોદરા અને પંચમહાલમાં પણ મેઘો મહેરબાન
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. પાવાગઢ અને બાસ્કા વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. મોડી સાંજે ગોધરા શહેર સહિત કાલોલ તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર થતાં જિલ્લાવાસીઓએ ગરમી અને ઉકળાટથી રાહત અનુભવી હતી. બીજી બાજુ વરસાદની એન્ટ્રી થતાં ગણેશ મહોત્સવ આયોજકો ચિંતાતુર બન્યા હતા. વડોદરામાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અલકાપુરી રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં ભરાયા પાણી હતા. પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ કરવાની ફરજ પડી હતી.


જુઓ Live TV:-