ગૌરવ પટેલ/અમદાવાદ :આજે ICC ટી-ટ્વેન્ટી વિશ્વકપની ભારત અને પાકિસ્તાનની ટીમ (T20 World Cup 2021) સામસામે ટકરાશે. દૂબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7.30 કલાકે મેચ શરૂ થશે. ન માત્ર ભારત-પાકિસ્તાનના ક્રિકેટ રસિકોની પરંતુ સમગ્ર વિશ્વની નજર આ મેચ પર રહેશે. વિશ્વકપ (INDvPAK) ના મુકાબલામાં ક્યારેય પાકિસ્તાન ભારતની ટીમ સામે જીત્યું નથી. ટી-20 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાન (India Pakistan) ને 5 વખત હરાવ્યું છે. વિશ્વકપ પહેલાની બે પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમનું શાનદાર પર્ફોર્મન્સ રહ્યું છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રોહિત શર્મા પર નજર રહેશે. ત્યારે આજે ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચમાં બોલિંગમાં યોર્કર કિંગ જસપ્રીત બુમરાહ પર સૌની નજર છે. ત્યારે બુમરાહના પૂર્વ કોચ કેતુલ પુરોહિતે ઝી 24 કલાક સાથે વાતચીત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બુમરાહે કેતુલ પુરોહિત પાસે શરૂઆતી ટ્રેનિંગ લીધી હતી. ધોરણ 9 થી 12 સુધી કેતુલ પુરોહિતે જસપ્રીત બુમરાહને ક્રિકેટ માટે તૈયાર કરાવ્યો હતો. કેતુલ પુરોહિતે જણાવ્યું કે, આજની મેચમાં બુમરાહ શ્રેષ્ઠ પ્રદર્શન કરશે. યોર્કર, સ્પીડ અને સ્લોવર બોલમાં બુમરાહ શ્રેષ્ઠ છે. બુમરાહની ઓડ એક્શન જ તેનું મજબૂત પાસું ગણાય છે. બુમરાહ શરૂઆતથી જ ભારત માટે રમવા માંગતો હતો. યોર્કર કિંગ બન્યો એના પાછળ મુખ્ય ફાળો મુંબઇ ઇન્ડિયન્સની ટીમનો છે. 



T-20 વર્લ્ડકપ 2021ના સૌથી મોટા મેચ માટે ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દુનિયાની નજર ભારત પાકિસ્તાનની મેચ પર છે. ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેના રન યુદ્ધને જોવા માટે ક્રિકેટપ્રેમિઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 7 વાગ્યાથી રનયુદ્ધ જામશે. જેને જોવા માટે ક્રિકેટપ્રેમીઓએ ખાસ તૈયારી કરી છે.