‘તારક મહેતા’ના કલાકારોની ગુજરાતમાં ધમાલ, ટપ્પુ અને સોઢીને જોવા ઉમટી પડ્યા લોકો
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલટા ચશ્મા શોના ટપ્પુ અને રોશનસિંહ સોઢીએ અમરેલીના ગણેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી
કેતન બગડા/અમરેલી :તારક મહેતા કા ઉલટા ચશ્મા શો દર્શકોને હંમેશાથી જકડી રાખે છે. ભારતના અનેક ઘરોમાં જમતા સમયે લોકો આ શો ટીવી પર ચાલુ કરીને હસતા દેખાય છે. ત્યારે આ શોના પાત્રો પણ લોકોમાં એટલા જ લોકપ્રિય હોય છે. શોનું દરેક પાત્ર જ્યાં પણ જાય છે ત્યાં માહોલ બનાવે છે, લોકોને હસાવે છે. ત્યાર રાજુલા જાફરાબાદ વિસ્તારમાં તારક મહેતાકા ઉલટા ચશ્માના લોકપ્રિય કલાકારો પહોંચ્યા હતા. તારક મહેતા શોમાંથી પૂર્વ પાત્રો ટપ્પુ અને સોંઢી અમરેલીના ગણેશ ઉત્સવમાં આવ્યા હતા. જેમની એક ઝલક માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમરેલીના જાફરાબાદમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીના આમંત્રણને માન આપીને તારક મહેતા' કા ઉલ્ટા ચશ્મા ફેમ જૂનો 'ટપુ' એટલે કે ભવ્ય ગાંધી અને જૂનો 'સોઢી' એટલે કે ગુરુચરણસિંહે ગણેશોત્સવમાં હાજરી આપી હતી. બંનેની એક ઝલક નીહાળવા માટે મોડી રાતે નાનકડા ગણેશ પંડાલોમાં જનમેદની ઉમટી પડી.
[[{"fid":"401313","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"tarak_tappu_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"tarak_tappu_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"tarak_tappu_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"tarak_tappu_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"tarak_tappu_zee.jpg","title":"tarak_tappu_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
ભવ્ય ગાંધી ઉર્ફે ટપુ અને રોશનસિંઘ સોઢીને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. બંને કલાકારોએ રાજુલા-જાફરાબાદમાં ગણપતિ પંડાલની મુલાકાત લઈ આરતી ઉતારી હતી. બંને કલાકારોની હાજરીથી ગણેશોત્સવમાં જુસ્સો આવ્યો હતો.
આ પ્રસંગે ભવ્ય ગાંધીએ મંચ પરથી કહ્યુ હતું કે, તમારા બધાનું ગોકુલધામ સોસાયટીમાં સ્વાગત છે. તમે બધાએ અમને ગોકુલધામ સોસાયટીમા બોલાવીને મજા પાડી દીધી. મારે આ મંડળના ગણપતિના બાપ્પાના એવા આર્શીવાદ લેવા છે કે ગોકુલધામ સોસાયટી તમારા દિલમાંથી ક્યારેય ન જાય.
ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીએ આટલુ કહેતા જ જનમેદનીમાં તાળીઓનો ગડગડાય થયો હતો.