Takshvi Vaghani World Record: વિશ્વ આખામાં આજે રમતગમત ક્ષેત્રે ભારત દેશ તેમજ ગુજરાત રાજ્ય પોતાની આગવી છાપ છોડી રહ્યું છે. ત્યારે રમતગમત ક્ષેત્રે અનેક અલગ અલગ પ્રકારની રમતોમાં યુવતીઓ અને યુવાનો ઉત્કૃષ્ટ પ્રદર્શન આજે કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં રહેતી 6 વર્ષની તક્ષવી વાઘાણીએ સ્કેટિંગમાં એવું અદ્ભુત કામ કર્યું કે તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયું છે. આ ઉંમર બાળકો માટે રમવાની કૂદવાની હોય છે, પરંતુ તક્ષવીએ પોતાની સિદ્ધિથી માત્ર તેના પરિવારને જ નહીં પરંતુ ભારતને પણ ગૌરવ અપાવ્યું છે. ખરેખર, તક્ષવીએ સૌથી ઓછી લિમ્બો સ્કેટિંગમાં 25 મીટરથી વધુનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે બનાવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે શેર કર્યો વીડિયો
અમદાવાદની 6 વર્ષની તક્ષવી વાઘાણીએ સૌથી ઓછા લિમ્બો સ્કેટિંગમાં કમાલ કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે એક વીડિયો શેર કરીને આ વાતની સ્પષ્ટતા કરી છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું, '25 મીટરથી વધુનું સૌથી ઓછું લિમ્બો સ્કેટિંગ.' આ રેકોર્ડબ્રેક ઉપલબ્ધિ ગયા વર્ષે 10 માર્ચે પૂર્ણ થઈ હતી.



મનસ્વીના નામે હતો આ રેકોર્ડ 
તક્ષવી પહેલા 25 મીટરથી વધુની સૌથી ઓછી લિંબો સ્કેટિંગનો ખિતાબ પુણેની મનસ્વી વિશાલ પાસે હતો. સાડા ​​ત્રણ વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરનાર મનસ્વીએ પોતાની પ્રભાવશાળી કુશળતા અને રમત પ્રત્યેના જુસ્સાથી વિશ્વને મંત્રમુગ્ધ કરી દીધું હતું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નામ કરવાની તેની સફર લિંબો સ્કેટિંગના જુસ્સાથી શરૂ થઈ હતી. મનસ્વીએ જમીનથી માત્ર 16.5 સેન્ટિમીટરની ઊંચાઈ જાળવીને 25 મીટરના અંતર સુધી સરળતાથી ગ્લાઈડ કર્યું હતું.


સૃષ્ટિના નામે આ ઉપલબ્ધિ
તક્ષવી અને મનસ્વીની સિદ્ધિઓ સિવાય 18 વર્ષની ભારતીય સ્કેટર સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્માએ પણ લિમ્બો સ્કેટિંગની દુનિયામાં કમાલ કરી છે. જુલાઈ 2023 માં સૃષ્ટિએ 50 મીટરથી વધુ સ્કેટિંગ કરવા માટે સૌથી ઓછો સમય લઈને માત્ર 6.94 સેકન્ડમાં અંતર પૂર્ણ કરીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. સૃષ્ટિએ 2021માં બનાવેલા પોતાના રેકોર્ડને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી હતી.


લિંબો સ્કેટિંગ સૌથી કપરું સ્કેટિંગ
તક્ષવી વાઘાણી મૂળ અમદાવાદની રહેવાસી છે તેની ઉંમર 5 વર્ષની છે અને તેના માતા પિતા ડેન્ટલ સર્જન છે. આજે રમત ગમત ક્ષેત્રે અનેક રમતોમાં ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે સ્કેટિંગમાં પણ ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ સ્કેટિંગમાં પણ અનેક પ્રકારો આવેલા છે. જે પૈકી લિંબો સ્કેટિંગ સૌથી કપરું સ્કેટિંગ કહેવાય છે. ભાગ્યે જ આ ક્ષેત્રે ખેલાડીઓ ભાગ લેતા હોય છે. આ લીંબો સ્કેટિંગ સમગ્ર અમદાવાદમાંથી માત્ર તક્ષવી વાઘાણી એક જ લિમ્બો સ્કેટિંગ ક્ષેત્રે ભાગ લઈ રહી છે.


ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું
કોરોનાકાળમાં દીકરીએ રમત ગમત સાથે કેવી રીતે જોડવી હતી ત્યારે સમાન્ય સ્કેટિંગ શરૂ કર્યું. ત્યારબાદ તેને પ્રોફેશનલ એકેડમીમાં તાલીમ માટે મોકલવામાં આવી અને લીંમ્બો સ્કેટિંગ ક્ષેત્રે તાલીમ શરૂ થઈ અને ખૂબ ઝડપી પ્રોગ્રેરેસ જોવા મળ્યો અને શરૂ થઈ તક્ષવી વાઘણીની સફળતાની શરૂઆત. ત્યાર બાદ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.


અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો
આ સમગ્ર સમયગાળામાં લીમ્બો સ્કેટિંગ માટે વિશેષ ગ્રાઉન્ડની આવશ્યકતા હોય છે અને તેના માટે શહેરમાં કોઈ ગ્રાઉન્ડ ઉપલબ્ધ નથી અને આ બધાય વચ્ચે કહેવાય છે ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. શરૂઆત તેની ટ્રેનિંગ સોસાયટીના બેઝમેન્ટ તેમજ મુખ્ય હાઇ-વે નાં સર્વિસ રોડ પર કરતા હતા, પરંતુ રોડ સમતળ નાં હોવાથી અનેક તકલીફોનો પણ સામનો કરવો પડ્યો. જોકે આ મુદ્દે સરકાર બાળકો માટે વિશેષ ગ્રાઉન્ડ તૈયાર કરે છે. ચોક્કસ અનેક બાળકો પોતાની સ્કીલ થકી શહેર સહિત દેશનું નામ રોશન કરી શકે.