તળાજા: બાઇક ચાલકને બચાવવા જતા ગાડી પલટી ગઇ, મહુવા કોર્ટનાં બેલીફનું મોત, વકીલ ઇજાગ્રસ્ત
ભાવનગર-તળાજા રોડ પર પાંચપીપળા પાસે કાર પલટી મારી જતા મહુવા કોર્ટના બેલીફ તરીકે કાર્યરત અમિત મારુનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે વકીલને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભાવનગરથી મહુવા કોર્ટ જઇ રહ્યા હતા તે સમયે બાઇક ચાલકને બચાવવા જતા વકીલની ગાડી પલટી મારી ગઇ હતી.
મહુવા: ભાવનગર-તળાજા રોડ પર પાંચપીપળા પાસે કાર પલટી મારી જતા મહુવા કોર્ટના બેલીફ તરીકે કાર્યરત અમિત મારુનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે વકીલને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભાવનગરથી મહુવા કોર્ટ જઇ રહ્યા હતા તે સમયે બાઇક ચાલકને બચાવવા જતા વકીલની ગાડી પલટી મારી ગઇ હતી.
રાજકોટ અગ્નિકાંડમાં દોઢ મહિને જજ તપાસ માટે પહોંચ્યા, આગ લાગવાનું કારણ હજુ ખબર નથી
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભાવનગરમાં રહેતા અને મહુવા કોર્ટનાં બેલીફ તરીકે ફરજ બજાવતા અમિત મારુ અને વકીલ ગૌતમ મારુ મહુવા કોર્ટ જઇ રહ્યા હતા. ત્યારે તેમની ગાડી પાંચપીપળા રોડ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક એક બાઇક ચાલક આડો ઉતર્યો હતો. બાઇક ચાલકને બચાવવા જતા ગાડી પલટી ગઇ હતી. અકસ્માત બાદ સ્થાનિકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા. તત્કાલ 108ને જાણ કરવામાં આવી હતી. પોલીસને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ઉપરાંત આઇ.ટી અને સોશિયલ "મીડિયા" સેલની જાહેરાત, અનેક નવા ચહેરાને સ્થાન
ઇજાગ્રસ્તેને બચાવવા માટે ગાડીમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે બેલીફ અમિત મારુને 108ની ટીમ દ્વારા મોત નિપજ્યું હોવાનું જણાવાયું હતું. જ્યારે ગૌતમ મારુને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી છે. બેલીફ અમિત મારૂનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube