હિતલ પારેખ/ગાંધીનગર : લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવા માટે ગણતરીના કલાકનો સમય બાકી છે, ત્યારે કોંગ્રેસનો મોટો ફટકો પડ્યો છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ કોંગ્રેસની એક સીટ ઓછી થઈ છે. ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે તલાલના ધારાસભ્ય ભગવાન બારડને આરોપી જાહેર કરીને તેમને પોણા ત્રણ વર્ષની સજા કરી છે. જેને પગલે હવે તેને ધારાસભ્ય પદથી રદ કરાયા છે. ભગવાન બારડને સજાને પગલે તલાલાની કોંગ્રેસની બેઠક ખાલી પડી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રમયોગી માનધન યોજના લોન્ચ કરતા PM બોલ્યા, ‘હું દેશનો મજૂર નંબર-1 છું’


ખનીજ ચોરીનો આરોપ છે ભગવાન બારડ પર
પ્રાપ્ત માહિતી અનુસાર, તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને 1995ના ખનીજ ચોરીના કેસમાં સૂત્રાપાડા કોર્ટે આરોપી જાહેર કરીને 2 વર્ષ અને 9 માસની સજા ફટકારી છે. 25 વર્ષ પહેલા સૂત્રાપાડાની ગોચર જમીન મામલે ભગવાન બારડ પર 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો દાખલ કરાયેલ હતો. ભગવાન બારડને 2500 રૂપિયા દંડ પણ ફટાકારાયો હતો. 


ચૂંટણીની જાહેરાત ગમે તે પળે થશે, રદ કરાયા પીએમ મોદી, વિજય રૂપાણીના કાર્યક્રમો  


કોંગ્રેસને મોટો ફટકો
ભગવાન બારડને સજા થતા કોંગ્રેસના રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ હતી. ત્યારે ભગવાન બારડના જેલવાસને કારણે કોંગ્રેસની એક બેઠક ઓછી થઈ છે. તો બીજી તરફ, ભગવાન બારડનું વિધાનસભામાં સભ્યપદ રદ કરાયું છે. સામાન્ય રીતે જો કોઈ ધારાસભ્યને બે વર્ષથી વધુ સજા થાય તો તે ગેરલાયક ઠરે છે.  


ભાજપની વેબસાઇટ હેક, લખ્યા અભદ્ર શબ્દો


અધ્યક્ષે ધારસભ્ય તરીકે રદ કર્યાં
આ વિશે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રિ ત્રિવેદીએ જણાવ્યું કે, ભગવાન બારડની સીટ 91 છે. તેમને 1 માર્ચના રોજ ખનીજ ચોરીના આરોપમાં પોણા ત્રણ વર્ષની સજા થઈ છે. લિગલ વિભાગે તેના ચુકાદાની સર્ટીફાઈડ નકલ વિધાનસભાના ઓફિસમાં મોકલી હતી. તમામ વિગતો વાંચ્યા બાદ ઈલેક્શન કમિશનના પરિપત્રોને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાનમાં રાખીને જો કોઈ ધારાસભ્યને 2 વર્ષથી વધુની સજા થાય તો તે 30 તારીખથી ધારાસભ્યનું પદ ગુમાવે છે. આ વિશેના કાગળો મને મળ્યા છે. તેથી સત્તાવાર રીતે તેમને ધારાસભ્ય તરીકે નાબૂદ કર્યા છે, અને આ બાબતની જાણ રાજ્યના તથા કેન્દ્રના ચૂંટણી પંચને મોકલી આપ્યા છે. હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી. હાલ આ બેઠક ખાલી પડેલી ગણાય. વિધાનસભાના અધ્યક્ષ તરીકે મેં કાર્યવાહી કરી છે. આ જાણ ત્યાંના કલેક્ટરને પણ કરાઈ છે.