હેમલ ભટ્ટ/ગીર સોમનાથ: તાલાલા વિધાનસભાની પેટા ચુંટણીમાં ઉમેદવાર સોમવારે નક્કી થવાની શક્યતાઓ છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની નજર રહેલી છે. પરંતુ જો ચુકાદો ભગવાન બારડની તરફેણમાં આવે તો ચુંટણીની કોઈ વાત જ નથી. અને જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો વિરુદ્ધમાં આવે તો પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાના કોંગી ઉમેદવાર પુંજા વંશ સામે સોમનાથ વિધાનસભાના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાના વિરોધ બાદ પુંજા વંશએ નિવેદન આપ્યું હતું. પાર્ટી હાઈકમાન્ડે બધાને વિશ્વાસમાં લઇને જ નિર્ણય લીધો છે. તો ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાન બારડે સાફ જણાવી દીધું કે, લોકસભાના ઉમેદવાર પુંજાભાઈ વંશના નામમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહિ.


અમરેલી: ચૂંટણી સર્વેલન્સ ફ્લાઇંગ સ્કોડની ટીમે કારમાંથી ઝડપ્યા 50 લાખ



મહત્વનું છે કે પુંજા વંશા દ્વારા માહિતી આપાવામાં આવી હતી કે, જો તલાલા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થશે તો તાલાલા પેટા ચુંટણીનો ઉમેદવાર કોંગ્રેસ પરિવારનો જ હશે. ત્યારે એ પણ માહિતી આપવામાં આવી હતી, કે જો તલાલા વિઘાનસભા બેઠક પર જો ચૂંટણી થશે તો કોંગ્રેસના જ ઉમેદવારની જીત થશે.