તલાટીના ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર : આ દિવસે જાહેર કરાશે આન્સર કી
Talati exam 2023 : તલાટીના ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર... હસમુખ પટેલે ટ્વીટ કરીને ગૂડ ન્યૂઝ આપ્યા... મંગળવારે ઉમેદવારોને ખબર પડી જશે તલાટીની પરીક્ષામાં લખેલા જવાબો સાચા છે કે ખોટા? મુકાશે આન્સર કી
Talati exam 2023 : સમગ્ર ગુજરાતમાં આજે તલાટીની પરીક્ષા શાંતિપ્રિય પૂર્ણ થઈ 8 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. ઉમેદવારોએ પરીક્ષા હેમખેમ પૂરી થતા હાશકારો અનુભવ્યો છે. ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંચાયત પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી છે કે, આજે લેવાયેલી પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે.
3 હજાર 437 જગ્યાઓ માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારો મહેનતની સાચી કસોટી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા ગઈકાલે પૂર્ણ થઈ હતી. બપોરે દોઢ વાગ્યા સુધી પેપર ચાલ્યા હતા. ત્યાર બાદ હસતા મોઢે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રોથી બહાર નીકળ્યા હતા. ત્યારે પરીક્ષાામાં કોઈ વિધ્ન આવ્યું ન હતું. જેથી લાખો ઉમેદવારો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ અડચણ વગર પૂર્ણ થઈ છે. ગુજરાત સરકારે સફળતાથી મોટું અભિયાન પાર પાડ્યું છે. સરકાર પર પેપરલીકનો જે દાગ અગાઉની પરીક્ષા પર લાગ્યો હતો, તે આ પરીક્ષામાં લાગવા ન દીધો. જુનિયર ક્લાર્કની પરીક્ષાની જેમ જ તલાટીની પરીક્ષા વિધ્ન વગર પૂર્ણ થઈ હતી. પંચાયત પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની મહેનત રંગ લાવી.
ગીતા રબારીએ ડાયરામાં એવી રમઝટ બોલાવી કે, રૂપિયાનો ઢગલો થઈ ગયો
જૂનમાં પરિણામ આપી દેવાશે
હસમુખ પટેલે તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર માહિતી પુરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં તલાટીની પરીક્ષા હોવાથી પરીક્ષા કેન્દ્ર પર તંત્ર અને પોલીસે વ્યવસ્થા પૂરી પાડી છે. સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ તલાટીની પરીક્ષામાં સારી કામગીરી કરી છે. આપના ગુજરાતના લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને તલાટીની પરીક્ષાને એક પ્રસંગ બનાવી દિધો. તલાટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ પંચાયત સેવા પસંદગી મંડળના ઈન્ચાર્જ હસમુખ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, શાંતિ પૂર્ણ વાતાવરણમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પરિણામ જૂન મહિનામાં આપી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, સચિવ અને એમની આખી ટીમે તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરાવવામાં સારી મહેનત કરી છે. સૌનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું. તમામ કલેકટર અને જીલ્લા તંત્રના અધિકારીઓનો પણ આભાર માનું છું. આ વખતે તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે એક નવી બાબત હતી, તે સહમતી પત્રની હતી. પરંતુ અમે આ વ્યવસ્થા પહેલી વાર કરી છે. જેના કારણે આપને સારા કેન્દ્રો મેળવી શક્યા. હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આજે દરેક ગામમાં તલાટીમાં સીધી જરૂર છે જેના કારણે અમે વહેલા પરીક્ષા લીધી છે.