Talati Exam 2023 અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મે, 2023 ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. ઉમેદવારોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 7મી મે, 2023 (રવિવાર)ના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. 7 મે 2023ના રોજ પશ્ચિમ રેલવે દ્વારા ઉમેદવારોના હિતને ધ્યાને રાખી સાત વિશેષ ટ્રેન દોડાવાશે. 


  • ટ્રેન નંબર 09471 સાબરમતી પાલનપુર સાબરમતી ડેમુ પરીક્ષા વિશેષ ટ્રેન સાબરમતીથી સવારે 4:30 કલાકે ઉપડીને કલોલ, મહેસાણા થઈ પાલનપુર સવારે 7:10 કલાકે પહોંચશે, આજ ટ્રેન 09472 પાલનપુરથી સવારે 7:40 કલાકે ઉપડીને 10:10 વાગે સવારે સાબરમતી પહોંચશે

  • ટ્રેન નંબર 09473 સાબરમતી સ્ટેશનથી બપોરે 4:30 વાગે ઉપડીને કલોલ, મહેસાણા થઇ સાંજે 6:55 કલાકે પાલનપુર પહોંચશે, આજ ટ્રેન 09474 પાલનપુરથી સાંજે 7:35 વાગે ઉપડીને રાત્રે 10:30 વાગે સાબરમતી પહોંચશે

  • ટ્રેન નંબર 09579 સવારે 4:50 વાગે ભાવનગર ટર્મિનસથી ઉપડીને ભાવનગર પરા, સિહોર, ધોળા જંકશન, બોટાદ, ધંધુકા, વસ્ત્રાપુર, ગાંધીગ્રામ રેલવે સ્ટેશન ખાતે સવારે 8:58 વાગે પહોંચશે ત્યારબાદ આજ ટ્રેન 09580 ગાંધીગ્રામ થઈ સાંજે 3:30 વાગે ઉપડી રાત્રે 8:10 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે

  • ટ્રેન નંબર 09591 સવારે ભાવનગર ટર્મિનસથી 4:10 વાગે ઉપડશે, જે ભાવનગર પરા, સિહોર, ધંધુકા, બોટાદ, રાણપુર, લીમડી, સુરેન્દ્રનગર હાલટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર થઈ સવારે 8.50 વાગે રાજકોટ પહોંચશે, આજ ટ્રેન 09592 રાજકોટથી સાંજે 4:45 વાગે ઉપડી રાત્રે 9:40 વાગે ભાવનગર ટર્મિનસ પહોંચશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટીની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખુશખબર : સરકારે ખાસ સુવિધાની જાહેરાત કરી


  • ટ્રેન નંબર 09529 અમરેલીથી સવારે 6 વાગે ઉપડીને  અંબિયાપુર, ચલાલા, વિસાવદર, જૂનાગઢ સવારે 8:10 વાગે પહોંચશે, આજ ટ્રેન 09530 સાંજે 3:30 કલાકે જૂનાગઢથી ઉપડીને અમરેલી 5:50 વાગે પહોંચશે

  •  ટ્રેન નંબર 09537 રાજકોટ ભાવનગર સુપરફાસ્ટ પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 4:15 વાગે ઉપડીને વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર હાલટ, લીમડી, રાણપુર બોટાદ, ધંધુકા, સિહોર, ભાવનગર પરા થઈ ભાવનગર ટર્મિનસ સવારે 9:08 વાગે પહોંચશે, આજ ટ્રેન 09538 ભાવનગર ટર્મિનસથી સાંજે 3:30 વાગે ઉપડી ને રાત્રે 8:20 કલાકે રાજકોટ પરત પહોંચશે

  • ટ્રેન નંબર 09519 રાજકોટ દ્વારિકા પરીક્ષા વિશેષ ટ્રેન રાજકોટથી સવારે 6:30 કલાકે ઉપડીને હાપ, જામનગર, ખંભાળિયા થઈને સવારે 10:45 કલાકે દ્વારિકા પહોંચશે, જે પરત દ્વારિકાથી બપોરે 2:50 કલાકે ઉપડીને રાજકોટ સાંજે 6:40 કલાકે પહોંચશે.


તલાટીની પરીક્ષામાં કેન્દ્રોને લઇ સૌથી મોટા અપડેટ : કરાયા છે આ ફેરફાર


આ ઉપરાંત 7 મેના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે. ઉમેદવારો માટે, પશ્ચિમ રેલવેએ 7મી મે, 2023 (રવિવાર)ના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.


1. રાજકોટ-દ્વારકા-રાજકોટ (09519/09520)
આ ટ્રેન રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 કલાકે દ્વારકા પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન દ્વારકાથી 14.50 કલાકે ઉપડશે અને 18.40 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે.


2. ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (09591/09592)
આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 21.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.


તમે જોઈ કે નહિ રાજકોટની આ ઘટના, રીલ્સની ઘેલછામાં બાળકીને અગાશીની પાળી પર મૂકી


3. રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ (09537/09538)
આ ટ્રેન રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.


ખાસ નોંધ : ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે, કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવી. 


ઊંઝામાં ઘેર ઘેર આસોપાલવના તોરણ બંધાયા, મા ઉમિયા ખુદ આર્શીવાદ આપવા નીકળ્યા