Talati exam 2023 : રવિવારે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ગુજરાતભરમાં તલાટીની પરીક્ષા લેવાઈ. સમગ્ર ગુજરાતમાં તલાટીની પરીક્ષા શાંતિપ્રિય પૂર્ણ થઈ હતી. 8 લાખથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. ઉમેદવારોએ પરીક્ષા હેમખેમ પૂરી થતા હાશકારો અનુભવ્યો છે. ત્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે સરકાર દ્વારા બસોનુ ખાસ આયોજન કરાયુ હતું. તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એસટી વિભાગ દ્વારા વધુ બસ દોડાવાઈ હતી. ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો સુધી બસો સુવિધા અપાઈ હતી. ત્યારે રવિવારે યોજાયેલી તલાટી-કમ-મંત્રીની પરીક્ષા એસટી વિભાગને ફળી છે. કારણ કે, આ સુવિધા આપવાને કારણે એસટી વિભાગને તોતિંગ આવક થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, તલાટીની પરીક્ષા હોઈ એક અંદાજ મુજબ લગભગ 2.19 લાખ ઉમેદવારોએ એસટીની મુસાફરી કરી હતી. આ મુસાફરો થકી એસટી વિભાગને શનિવાર અને રવિવારના રોજ મળીને લગભગ 19 કરોડની આવક થઈ છે. આ આવક એસટી વિભાગના ઈતિહાસની સૌથી વધુ આવક છે. પરીક્ષા હોવાથી એસટી વિભાગે લગભગ 3650 વધારાની ટ્રીપ મારી હતી. 


સૌરાષ્ટ્ર યુનિ.ના પાટીદાર કુલપતિ બન્યા માથાનો દુખાવો, 7 સિન્ડિકેટ સભ્યોનો ભોગ લેવાયો


સૌથી વધુ આવક મહેસાણામાં
એસટી તંત્રને મહેસાણા ડિવિઝનમાં સૌથી વધુ આવક થઈ હતી. મહેસાણા ડિવિઝનના 12 ડેપોએ 500 વધારાની ટ્રીપ મારી હતી, જેમાંથી 1 કરોડની આવક થઈ છે. મહેસાણા બાદ પાલનપુર ડિવિઝનને 95 લાખ અને અમદાવાદ ડિવિજનને 92 લાખની આવક થઈ હતી. 


આમ, કહી શકાય કે તલાટીની પરીક્ષાને કારણે એસટી વિભાગની કમાણી થઈ હતી. તલાટીની પરીક્ષા હોવાથી શનિવાર અને રવિવારના રોજ બસ સ્ટેશનો પર ઉમેદવારોની ભીડ જોવા મળી હતી. અનેક બસ ડેપો પર ટ્રાફિક જામના દ્રષ્યો સર્જાયા હતા.