Talati Exam Date : આગામી 7મી તારીખે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે કહ્યું કે, આ પરીક્ષાને લઈને જિલ્લા સ્તરે કમિટી બનાવી છે. ગયા વખતે પરીક્ષામાં ધ્યાને આવ્યુ એ મુદ્દાઓની એસઓપીમાં ફેરફાર કર્યા હતા. દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે 2694 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી છે કે, ગત પરીક્ષામા વ્યવસ્થા કરી હતી એવી વ્યવસ્થા ફરીથી કરે. તલાટીની પરીક્ષા માટે અત્યાર સુધી 90% ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંડળ દ્વારા પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કલેક્ટર, પોલીસ અધિકક્ષ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારીઓએ સાથે મળીને પરીક્ષા વિશે ચર્ચા કરી. ગત પરીક્ષામાં જે બાબતો ધ્યાનમાં આવી હતી, એસઓપીમાં સુધારા વધારા કર્યા છે. આજે વીડિયો કોન્ફરન્સમાં તમામ પ્રકારની ચર્ચા થઈ છે. તેમજ ઉમેદવારોને એસટી અને રેલવેની સુવિધા યોગ્ય રીતે મળી રહે તે માટે પણ વિગતો આપી છે. આ પરીક્ષામાં પણ એસટી બસની વ્યવસ્થા સારી રીતે ગોઠવાઈ છે. રેલવેને પણ વધારાની ટ્રેન માટે જાણ કરી છે. જેથી ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે. એલઆરડીની પરીક્ષામાં થોડી મુશ્કેલીઓ પડી હતી, એ મુશ્કેલીઓ જુનિયર ક્લાર્કની પરીક્ષામા નહોતી થઈ. 



મહત્વનું છે કે ડાઉનલોડ કરેલ કોલ લેટરમાં તમે અપલોડ કરેલ ફોટો અને સાઈન હોવા જરૂરી છે અને આવો જ કોલ લેટર માન્ય ગણાશે. તલાટી કમ મંત્રીના કોલ લેટર, હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો સમયગાળો આવતીકાલે 27 તારીખથી લઈ અને આગામી તા. 7 મે એટલે કે એક્ઝામના દિવસ સુધી ડાઉનલોડ કરી શકાશે. તેમ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.


નોંધનીય છે કે આગામી તા. 7 મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાશે. જેમાં સંમતિપત્ર આપવાનું ફરજિયાત કરાવ્યું હતું ત્યારે આ સંમતિ 8.65 લાખ ઉમેદવારોએ ભર્યા છે. તેઓના જ કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે. તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય ગત 20 ના રોજ પૂર્ણ થયો હતો, જેમાં કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા હતા.