વલસાડઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુલાના અંભેટી ગામમાં એક તલાટી લાંચ લેતો ઝડપાયો છે. અહીં એક વ્યક્તિએ ખેલી લાયક જમીનને બિન ખેતી કરવા માટે અરજી કરી હતી. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીએ દાખલો આપવા માટે લાંચની માંગ કરી હતી. ત્યારબાદ આજે એન્ટી કરપ્શન બ્યૂરોએ છટકું ગોઠવીને તલાટીને ઝડપી પાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રહેતા એક વ્યક્તિએ ખેતીની જમીનને બિન ખેતીમાં બદલવા માટે દાખલો મેળવવા અરજી કરી હતી. ત્યારે અંભેટી ગામના તલાટી કમ મંત્રી સ્નેહલ જેસિંગ પટેલે અરજી કરનાર પાસે 30 હજારની લાંચની માંગ કરી હતી. જેમાંથી તલાટીએ 20 હજાર રૂપિયા સ્વીકારી લીધા હતા. ત્યારબાદ બાકીના 10 હજાર 6 એપ્રિલે આપવાનું કહ્યું હતું. 


આ પણ વાંચોઃ ભાગનગરમાં ગેંગરેપના કેસમાં કોર્ટનો ઔતિહાસિક ચુકાદો, ત્રણ આરોપીને ફટકારી આજીવન કેદની સજા  


ત્યારબાદ અરજદારે બાકીના 10 હજાર રૂપિયા આપવાના બાકી હોય એટલે એન્ટી કરપ્શન બ્યૂરોમાં તલાટી મંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અરજદારની ફરિયાદને આધારે એસીબીએ તલાટીને ઝડપી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. ત્યારબાદ એસીપીએ લાંચ લેતા તલાટી મંત્રીને ઝડપી લીધો હતો. અંભેટી ગામના તલાટી કમ મંત્રીને ઝડપીને એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube