તલાટી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ જાહેર, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી
પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. ભરતી બોર્ડના ચેરમેને જણાવ્યું છે કે, તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા સરકાર કટિબદ્ધ. પૂરતા કેન્દ્રો મળે તે માટે સરકાર પ્રયત્નશીલ. કેન્દ્રો ઉપલબ્ધ થતાં વિધિવત તારીખ જાહેર કરાશે.
ઝી બ્યુરો/અમદાવાદઃ તલાટીની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ નક્કી કરવામાં આવી છે. IPS હસમુખ પટેલે મહત્વનું ટ્વીટ કરવામાં આવ્યું છે. તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવાય તેવી શક્યતા છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 30 એપ્રિલના રોજ પરીક્ષા લેવા આયોજન કરાયું છે. કેન્દ્રોની ઉપલબ્ધતા ચકાસ્યા બાદ કન્ફ્રમ તારીખ જાહેર કરવામાં આવશે.