ભાવનગરમાં 2 વર્ષ બાદ નિકળનારી રથયાત્રા પહેલા તંત્ર દ્વારા તડામાર તૈયારી
આગામી અષાઢી બીજ તા.૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળનારી હોય ત્યારે આજે ભાવનગર ખાતે રથયાત્રા કાર્યાલયના ઉદઘાટન તથા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર : આગામી અષાઢી બીજ તા.૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળનારી હોય ત્યારે આજે ભાવનગર ખાતે રથયાત્રા કાર્યાલયના ઉદઘાટન તથા ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
આણંદ જિલ્લામાં નોટબુકોનું વિતરણ કરીને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ભાવનગર ખાતે સ્વ.ભીખુભાઇ ભટ્ટ પ્રેરિત અને જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન જગન્નાથજીની ૩૭ મી રથયાત્રા આગામી અષાઢી બીજ, તા.૧ લી જુલાઈના રોજ તેના ૧૮ કિમિ.ના નિયત માર્ગ પર નિકળનાર છે. ત્યારે તેની તડામાર તૈયારીઓના ભાગરૂપે આજથી રથયાત્રા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના સત્યનારાયણ રોડ પર પ્રારંભ થયેલા રથયાત્રા કાર્યાલય અને ધ્વજારોહણ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો, રાજકીય આગેવાનો અને શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દરેકે દરેક જિલ્લામાં 10-12 પછી શું તેનું માર્ગદર્શન આપવા સરકાર સેમિનારનું આયોજન કરશે
કાર્યક્રમનો પ્રારંભ સંતોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો. આ તકે ઉપસ્થિત સંતો મહંતોએ આશીર્વચન પાઠવતા કહ્યું કે બે વર્ષના કોરોનાના કપરા કાળમાં અનેક લોકોએ સ્વજનોને ગુમાવ્યા છે, તે તમામ દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. તેમજ જ્યારે હવે કોરોના સાવ હળવો બન્યો છે. જનજીવન ફરી સામાન્ય બન્યું છે, ત્યારે આ વર્ષે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરયાત્રાએ નીકળશે ત્યારે માર્ગો પર હજારો લોકો રથયાત્રામાં જોડાય દર્શનનો લાભ લે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે લોકોને પોતાના માં વધુને વધુ રાષ્ટ્રભાવના અને ધર્મ પ્રત્યે જાગૃત બનવા સંતોએ અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube