તાપી જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
વિનાયક જાદવ/તાપી: જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવવાને કારણે તાપી જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના વ્યારા, કપુરા,ડોલવણ ,વાલોડ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. અતિશય પડી રહેલી ગરમીમાંથી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અને લોકોને ગરમીથી રાહત મળી હતી.
બીજી બાજી ભારે પવન અને વરસાદ પડવાને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી. વધારે વરસાદ પડવાને કારણે ખેડૂતોના રવિ પાકને નુકશાન થયું હતું, ગાજવીજ સાથે વરસાદ સાથે પવન ફુકાવાને કારણે ધરતીના તાતની મુશ્કેલીમાં વધારો થયો હતો. પાકને નુકશાન થવાથી કમોસમી વરસાદથી ખેડૂતો નારાજ થયા હતા.
અમેરિકાથી આવેલા 85 વર્ષના આ NRI દાદી વડાપ્રધાન મોદીના છે ’જબરા ફેન’
વ્યારા વરસાદી ઝાપટા અને વ્યારાના મગરકુઈ વિસ્તારમાં વરસાદ પડવાથી સામાન્ય લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઇ હતી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે દક્ષિણના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે કમોસમી વરસાદ પડી શકે છે.
મહત્વનું છે, કે સાંજના સમયે વલસાડ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવતા વાપી પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. વરસદાને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ છે. આંબાવાડીના માલિકોમાં કમોસમી વરસાદના કારણે ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી મેળવી રાહત મેળવી હતી.