વિનાયક જાધવ/તાપી:  જિલ્લાના વ્યારાના ઘાટા ગામમાં પિતાએ જ પોતાના ત્રીસ વર્ષના પુત્રને માથા ભાગમાં ઘુહાડીને ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પારિવારિક તકરાર થતા પુત્રએ જમવાનું ચુલામાં નાખી દેતા ગુસ્સે ભરાયેલા પિતાએ કુહાડીના ઘા મારીને 30 વર્ષના પુત્રની હત્યા કરી દેતા વિસ્તારમાં ચકચાર મચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાપીના વ્યારા ઘાટાગામમાં પિતાએ જ પુત્રની હત્યા કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સમાન્ય બાબતમાં થયેલી બોલચાલમાં ઉગ્ર થયેલા પિતાએ તેના જ પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. આ મામલે કાકરાપાર પોલીસે પિતાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


વલસાડ: લોક સુનાવણીના વિરોધમાં એક સાથે 420 લોકોએ આપી આત્મવિલોપનની ચીમકી



ઘાટાગામની ઘટનાથી વિસ્તારમાં ચકચાક મચી છે. પિતાએ ગુસ્સામાં આવીને પુત્રને માથાના ભાગે તથા હાથના ભાગે કુહાડીના ઘા માર્યા હતા. ઘાયલ થયેલા પુત્રને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર મામલે કાકરાપાર પોલીસે ફરિયાદ નોધીને હત્યારા પિતાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.