તાપીની સ્કૂલે વિદ્યાર્થીઓને આપી અનોખી ચેલેન્જ, વૃક્ષો ઉછેરો અને માર્કસ મેળવો
Save Environment Initiative : ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે સુરતના વ્યારા ખાતે આવેલ સંસ્થાએ પોતાની શાળાઓમાં ભણતા સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી છે, સ્કૂલનો આ પ્રયોગ જો આખા દેશમાં લાગુ કરાય તો આખો દેશ લીલોછમ બની જાય
નરેન્દ્ર ભૂવેચિત્રા/તાપી :પર્યાવરણના જતન અને સંવર્ધન માટે તાપી જિલ્લાના વ્યારા સ્થિત એક શાળા સંસ્થાએ અનોખી પહેલ કરી છે. શાળા પ્રસાશન દ્વારા શાળા સંસ્થાની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને તબક્કાવાર 7 હજાર વૃક્ષોના રોપા આપવામાં આવશે અને એટલુ જ નહિ, દર મહિને તેનું મૂલ્યાંકન પણ કરવામાં કરાશે. જેમાં ખાસ વાત એ છે કે વર્ષના અંતે વૃક્ષોના ઉછેર મુજબ વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવશે.
ગ્લોબલ વોર્મિંગની અસર સામે દરેક વ્યક્તિ લડી રહ્યો છે. આફતો સામે લડવાનો હવે સમય આવી ગયો છે. આ માટે ઝઝૂમવાને બદલે હવે પર્યાવરણનુ સંવર્ધન કરવાનો સમય આવી ગયો છે. આ માટે દરેક લોકોએ આગળ આવવાની જરૂર છે. ઝઝુમવાને માટે સરકાર સહિત દરેક સંસ્થા આગળ આવી રહી છે, પરંતુ મોટેભાગે આવા કાર્યક્રમો ફોટા પડાવવા પૂરતા સીમિત થઈ જતા હોય છે. ચોમાસામાં મોટાપાયે વૃક્ષારોપણ થાય છે, પરંતુ આજકાલ લોકો ફોટો પાડવા અને સોશિયલ મીડિયા પર ચમકવા માટે વૃક્ષો રોપીને પછી ભૂલી જાય છે. આ માટે કોઈ નક્કર કાર્યવાહી ભાગ્યે જ જોવા મળતી હોય છે. પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે તાપી જિલ્લાની વ્યારાની એક શૈક્ષણિક સંસ્થા આગળ આવી છે. તેમની આ પહેલ અનોખી તો છે, સાથે જ દેશભરમાં અપનાવવા જેવી છે.
આ પણ વાંચો : આ છે ગુજરાતના ટોપ-5 સ્ટાર્ટઅપ, જેમણે દેશભરમાં ડંકો વગાડ્યો
ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે સુરતના વ્યારા ખાતે આવેલ સંસ્થાએ પોતાની શાળાઓમાં ભણતા સાત હજાર જેટલા વિદ્યાર્થીઓને એક ચેલેન્જ આપી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓને એક એકે છોડ આપીને તેની યોગ્ય માવજત ફરજીયાત બનાવાઈ છે. તેના આધારે દર મહિને વિદ્યાર્થીઓએ ફોટા શાળામાં જમા કરાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ જમા કરાવાયેલા ફોટા દ્વારા વૃક્ષનું મૂલ્યાંકન કરાશે. અને વર્ષને અંતે પરીક્ષામાં દસ ગુણ આપવામાં આવશે.
આ પણ વાંચો : ‘એક નેતા ધમકી આપે છે, પર ઝૂકેગા નહિ સાલા’ પોસ્ટ મૂકનાર ASI રાતોરાત સસ્પેન્ડ
આ નિયમ કરવાનો હેતુ એ છે કે, વિદ્યાર્થી અવસ્થામાં જ તેઓને વૃક્ષ પ્રત્યે લગાવ વધે અને આપોઆપ પર્યાવરણનું જતન થાય. જેથી મોટા થઈને વિદ્યાર્થીઓ પર્યાવરણનુ મહત્વ સમજશે. શાળાનો અન્ય હેતુ એ પણ છે કે, આ પહેલને શાળાના વિદ્યાર્થીઓએ પણ અપનાવી વૃક્ષનું જતન કરવાની ટેક લઈ આગામી દિવસોમાં આ ક્ષેત્રે કામગીરી કરશે. આ અંગે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ 8 હજાર ફડાવ રોપા આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બન્યા છે.