નરેન્દ્ર રાઠોડ/તાપી : વ્યારાની કોવિડ 19 હોસ્પિટલમાં દર્દીઓના સગાવ્હાલાઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. જીવિત વ્યક્તિને મૃત ઘોષિત કરી બીજા દર્દીનો મૃતદેહ પધરાવવાનો પ્રયાસ કરવામાં આવતા પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. તાપીના વ્યારામાં ડોક્ટર્સ દ્વારા તમામ માનવતા નેવે મુકવામાં આવી હોય તેવો આશ્ચર્યજનક બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. સમગ્ર મુદ્દે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરવેનું હકારાત્મક પરિણામ, વેક્સીન લીધા બાદ તબીબોમાં વિકસી એન્ટીબોડી


ઓક્સિજનના અભાવે દર્દીઓની સ્થિતી હાલ કફોડી હોવાનું પણ સામે આવી રહ્યું છે. દર્દીઓના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. રતનશ્યામ પટેલ 89 વર્ષ (વાંકા ગામ,નિઝર) ખરેખર મૃત પામેલ વ્યક્તિ છે. ધિરજભાઈ નરત્તમભાઈ પંચોલી આશરે ઉંમર 72 વર્ષ(પેશન્ટ, જેને મૃત જાહેર કર્યા હતા. જેના કારણે હાલ તેના પરિવાર દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ તંત્રની બેદરકારીની પણ થુંથુ થઇ રહી છે. હાલ તો સમગ્ર મુદ્દે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે. 


દેશની 1200 કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં, રાજ્યસભાના સાંસદનો PM મોદીને પત્ર


અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ દરમિયાન અનેક અમાનવીય ઘટનાઓ બની. જે પૈકીની આ વધારે એક અમાનવીય ઘટના ગણાવી શકાય. સામાન્ય રીતે કોરોનાના કેસમાં દર્દીને મૃતદેહ માત્ર આંખ દેખાય તે પ્રકારે જ પેક કરીને આપવામાં આવે છે. આવા કિસ્સામાં ઘણી વખત મૃતદેહ અદલા બદલી થઇ જતી હોય છે. આવા કિસ્સા ખુબ જ ઓછા બને છે. પરંતુ જ્યારે પણ બને છે સરકાર અને સમગ્ર તંત્ર સામે સવાલો ઉઠે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube