કિરણસિંહ ગોહિલ/બારડોલી :અરેરાટી ફેલાઈ જાય તેવી ઘટના બારડોલીમાં બની છે. બારડોલી તાલુકાના મઢી નજીક નહેરમાંથી એક ઈકો કાર મળી આવી હતી, જેને જોઈને સૌ કોઈએ દુખ વ્યક્ત કર્યું હતું. આ કારમાંથી 17 દિવસ પહેલા ગુમ થયેલો બારડોલીનો કપુરાનો પરિવારની લાશ મળી આવી છે. કારમાથી ચાર સભ્યોનો પાણીમાં કહોવાઈ ગયેલો મૃતદેહ મળી અવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"206776","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"TapiFamiy2.JPG","field_file_image_title_text[und][0][value]":"TapiFamiy2.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"TapiFamiy2.JPG","field_file_image_title_text[und][0][value]":"TapiFamiy2.JPG"}},"link_text":false,"attributes":{"alt":"TapiFamiy2.JPG","title":"TapiFamiy2.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યારાના કપુરા હાઈસ્કૂલની બાજુમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા ગીમીત પરિવારના પાંચ સભ્યો ઘરેથી મારુતિ ઈકો ગાડી લઈને 28 ફેબ્રુઆરીના રોજ કડોદ ખાતે મંદિરે દર્શન કરવા જવાનું કહીને નીકળ્યો હતો. ત્યાર બાદ આ પરિવાર ઘરે પરત ફર્યો ન હતો. સગાવ્હાલા, તથા ગામના અગ્રણીઓએ શોધખોળ કરવા થતા પરિવારનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારના જીવણભાઈ ગામીત (65 વર્ષ), શર્મીલાબેન ગામીત (62 વર્ષ), ધર્મેશભાઈ ગામીત (41 વર્ષ), સુનીતાબેન ધર્મેશભાઈ ગામીત (ઉંમર 36 વર્ષ) અને ઉર્વી ગામીત (6 વર્ષ) કાર નંબર જીજે 26 એ 8443 લઈને મંદિરે જવા નીકળ્યા હતા. આખો પરિવાર છેલ્લાં 17 દિવસથી ગાયબ હતો. ઘરથી નીકળ્યા બાદ તમામ સભ્યોના ફોન સ્વીચ ઓફ આવતા હતા. શાંતિપ્રિય એવો આ પરિવાર અચાનક ગાયબ થતા કપુરા ગામના લોકો તેમને શોધી રહ્યા હતા. 


[[{"fid":"206777","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"TapiFamily3.JPG","field_file_image_title_text[und][0][value]":"TapiFamily3.JPG"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"TapiFamily3.JPG","field_file_image_title_text[und][0][value]":"TapiFamily3.JPG"}},"link_text":false,"attributes":{"alt":"TapiFamily3.JPG","title":"TapiFamily3.JPG","class":"media-element file-default","data-delta":"2"}}]]


આજે સવારે એક ઈકો કાર બારડોલીના મઢી નજીક કેનાલમાં દેખાઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ઈકો કારને બહાર કાઢી હતી અને મૃતદેહોને પણ બહાર કાઢ્યા હતા. આ મૃતદેહો કપુરા ગામના ગુમ થયેલા ગામીત પરિવારનું હોવાનું ખૂલ્યું હતું.