રમૂજી સ્ટાઈલ અને શ્રીકૃષ્ણનું ઉદાહરણ આપીને સુંદરમામાએ જુઓ કેવી રીતે કરી વોટ કરવાની અપીલ...!!!
ઝી 24 કલાક મતદારોને વોટ આપવા અપીલ કરી રહ્યું છે, ત્યારે આ અભિયાન અંતર્ગત અભિનેતા મયુર વાકાણી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેતા સુંદરે મતદારોને રમૂજી અંદાજમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકશાહીનો આ મોટો પર્વ છે. પ્રચારના પડધમ શાંત થઈ ગયા છે, અને આ શાંતિ આપણા મતદારો માટેની છે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. હુ બધાને નમ્ર વિનંતી કરુ છું કે, આપણને મોટો અધિકાર મળ્યો છે, અને તેનો ઉપયોગ કરવો જોઈએ.
અમદાવાદ :ઝી 24 કલાક મતદારોને વોટ આપવા અપીલ કરી રહ્યું છે, ત્યારે આ અભિયાન અંતર્ગત અભિનેતા મયુર વાકાણી એટલે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ અભિનેતા સુંદરે મતદારોને રમૂજી અંદાજમાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, લોકશાહીનો આ મોટો પર્વ છે. પ્રચારના પડધમ શાંત થઈ ગયા છે, અને આ શાંતિ આપણા મતદારો માટેની છે. હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. હુ બધાને નમ્ર વિનંતી કરુ છું કે, આપણને મોટો અધિકાર મળ્યો છે, અને તેનો ઉપયોગ કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, મને લોકતંત્રનો ગર્વ છે, હું તેને પ્રેમ કરું છું. તેમ સૌએ લોકતંત્રને પ્રેમ કરવો જોઈએ. તેન કોઈની નજર ન લાગી જાય, તેથી આંગળી પર કાળુ ટપકુ કરવાનુ ચૂકતા નહિ. હું આવતીકાલે વોટ કરવા માટે બહુ જ ઉત્સાહી છું. વાતાવરણમાં ગરમીમાં વાતાવરણ ગરમ થયું છે. આ ગરમાવો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી દેખાશે. ગુજરાત પર હાલ સૌની નજર છે. તેથી સો ટકા મતદાન કરવું જ જોઈએ. સૌની ઈચ્છા છે કે, મજબૂત મતદાન કરીએ.
તેમણે શ્રીકૃષ્ણએ ટચલી આંગળી પર ગોર્વધન પર્વત ઉંચક્યો હતો, તે ઉદાહરણને ટાંકીને કહ્યું હતું કે, આપણી આંગળી એટલી જ મહત્વની છે, આપણે આંગળી પર લોકતંત્રને ઉપાડવાનુ છે. આપણી સંસદ આપણી આંગળી પર છે. દરેક વોટરની આંગળી પર સંસદ છે. તેથી આંગળીનો સદુપયોગ કરીને વોટિંગ કરવાનુ છું.
આમ, તેમણે આ ઈન્ટરવ્યૂમાં લોકોને વોટ આપવાની અપીલ કરતા કહ્યું કે, મતદાન કરવાનું બિલકુલ ચૂકતા નહિં...