TATનું પેપર લીક થવાની ઘટનામાં સંત્રીથી મંત્રી સુધી સંડોવાયેલા છે: કોંગ્રેસ
રાજ્યમાં શિક્ષક થવા માટેની મહત્વની પરિક્ષા ગણાતી એવી TAT નું પેપર લીક થવા મામલે હવે કોંગ્રેસે રાજ્ય પરિક્ષા બોર્ડ અને સરકાર પર આરોપ લગાવ્યા છે. 29 જુલાઇના રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં પેપર લીક થયાનો આરોપ વિદ્યાર્થીઓએ જ લગાવ્યો હતો અને રાજ્ય પરિક્ષા બોર્ડને ફરિયાદ પણ કરી હતી. ત્યાર બાદ બોર્ડે સ્થાનિક ડીઇઓને તપાસ સોંપી હતી. પરંતુ તપાસ આગળ ન વધતા હવે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે.
ગૌરવ પટેલ/ અમદાવાદ: રાજ્યમાં શિક્ષક થવા માટેની મહત્વની પરિક્ષા ગણાતી એવી TAT નું પેપર લીક થવા મામલે હવે કોંગ્રેસે રાજ્ય પરિક્ષા બોર્ડ અને સરકાર પર આરોપ લગાવ્યા છે. 29 જુલાઇના રાજ્યના 1.47 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી જેમાં પેપર લીક થયાનો આરોપ વિદ્યાર્થીઓએ જ લગાવ્યો હતો અને રાજ્ય પરિક્ષા બોર્ડને ફરિયાદ પણ કરી હતી. ત્યાર બાદ બોર્ડે સ્થાનિક ડીઇઓને તપાસ સોંપી હતી. પરંતુ તપાસ આગળ ન વધતા હવે કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી છે.
[[{"fid":"180313","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"congress-tat","field_file_image_title_text[und][0][value]":"congress-tat"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"congress-tat","field_file_image_title_text[und][0][value]":"congress-tat"}},"link_text":false,"attributes":{"alt":"congress-tat","title":"congress-tat","class":"media-element file-default","data-delta":"2"}}]]
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય શિક્ષણ બોર્ડના ચેમરમેનને સંબોધઈને પત્ર લખ્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 29 જુલાઇનો રોજ લેવાયેલી TATની પરીક્ષના પ્રશ્નપત્ર વહેલી સવારથી જ સોશિયલ મીડિયામાં ફરતા થઇ ગયા હતા જે અંગે આપને જાણ કરવામાં આવી હતી. ટાટ પરીક્ષાનું પેપર પાંચથી આઠ લાખ રૂપિયામાં વેચાયાનું અનેક જગ્યાએથી મોબાઇલ નંબર અને ડિટેલઇ સાથે આપ્યુ હોવા છતાં કોઇ વ્યાપક પગલાં લેવાયાં નથી. આ મામલે તટસ્થ અને ન્યાયિક તપાસ થાય જેથી ભાવિ શિક્ષકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય તેવી લખેલા પત્રમાં માંગ કરાઇ હતી.
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે ચિલોડા અને કોબા પાસેની હોટલમાં પેપર લીક કરવામાં આવ્યું હતું. ત્યાં એક હજાર વિદ્યાર્થીઓ હાજર હતા, જેમની પાસેથી અંદાજિત રૂપિયા 5 થી 7 લાખ લેવામાં આવ્યા છે. આ મામલે પોલીસ ફરિયાદ થાય તો જ સીસીટીવી ફૂટેડ અને કોલ રેકોર્ડ બહાર આવશે. તેના વગર સાચી વાત બહાર નહિ આવે.
હાલ સીસીટીવી ફૂટેજનો નાશ કરી દેવાનો પણ આક્ષેપ તેમણે લગાવાયો. ત્યારે આ મામલે રાજ્ય સરકાર પર ગંભીર બને અને કડક તપાસ થાય તે જરુરી છે. આ સમગ્ર મામલે સંત્રીથી મંત્રી સુધી બધા સંડોવાયેલા હોવાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે. જો સાચી તપાસ થાય તો આ મામલો વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટો બનશે.