Cyclone Tauktae: જાણો વાવાઝોડાની લેટેસ્ટ સ્થિતિ શું છે, સાણંદમાં 2ના મોત
અમદાવાદમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે લાઇટના થાંભલા, ઝાડ અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં થાંભલો ધરાશાયી થતાં લાઇટો ગૂલ થઇ ગઇ છે.
અમદાવાદ: ભારતીય હવામાન ખાતા દ્વારા ધ સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તાઉ-તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે. તે મુજબ આ સ્ટ્રોમ આજે બપોરે 3:30 કલાકે રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તાર ઉપર કેન્દ્રિત થયેલું છે. જે અમદાવાદથી દક્ષિણ પશ્ચિમે 75 કિ.મી., દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર જયારે ડીસાથી દક્ષિણ પશ્ચિમે 190 કિલોમીટરના અંતરે સ્થિત છે.
''તાઉ તે'' વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં છેલ્લા છ કલાકથી 22 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાની તેના કેન્દ્ર પાસે પવનની ગતિ 70 થી 80 કિ.મી./કલાક રહેશે, આ ઝડપ 90 કિ.મી./કલાક સુધી વધી શકે છે.
ચોમાસા પહેલાં અમદાવાદનો આ વિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી
ત્યારે સાણંદમાં 1 મહિલા અને 1 પુરૂષના મોતના સમાચાર સામે આવ્યા છે. નવજીવન કોવિડ હોસ્પિટલના લિફ્ટના પતરાં ઉડીને વીજપોલ પર પડ્યા હતા. આ દરમિયાન વીજપોલમાં વીજ સપ્લાય ચાલુ હતો. આ દરમિયાન વીજ પસાર થઇ રહેલા 1 પુરૂષ અને મહિલાનું મોત થયું છે. હાલમાં જીઇબીના અધિકારીઓ દ્વારા વીજ સપ્લાય બંધ કરવામાં આવ્યો છે.
જ્યારે અમદાવાદમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના પગલે લાઇટના થાંભલા, ઝાડ અને હોર્ડિંગ પડવાની ઘટના સામે આવી છે. અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં થાંભલો ધરાશાયી થતાં લાઇટો ગૂલ થઇ ગઇ છે. જોકે શહેરમાં હજુ સુધી કોઇ જાનહાનિ સમાચાર પ્રાપ્ત થય નથી.
Tauktae Cyclone: અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે આગામી ૬ થી ૮ કલાક, જાણો હાલની સ્થિતિ
વાવાઝોડાની પગલે અમદાવાદમાં ગઇકાલથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) ને લઇને અમદાવાદ (Ahmedabad) ના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પર ઉર ઉનાળે ચોમાસાના વરસાદ પહેલાં બેટમાં ફેરવાયું છે. ખોખરાની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જ્યારે AIMS પાલડી, નારણપુરા પાસે પણ પાણી ભરાયા છે.
તો આ તરફ ગાંધીનગર પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં વાવાઝોડાના કારણે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદની નજીક વાવાઝોડું આવતા તેની સીધી અસર ગાંધીનગર જિલ્લામાં જોવા મળી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube