આગામી 3 દિવસ રાજકોટ વાસીઓ નહિ લગાવી શકે ચાની ચૂસકી
રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા ટેક અવે સિસ્ટમ લાગુ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં વધતા જતા કોરોના કેસમાં ચા-પાનની દુકાનો પર ક્યાંય સોશિયલ ડિસટન્સનું પાલન ન થતું હોય અને સંક્રમણ વધતું હોવાનું અનુમાન લગાવી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકા દ્વારા ટેક અવે સિસ્ટમ લાગુ કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટમાં વધતા જતા કોરોના કેસમાં ચા-પાનની દુકાનો પર ક્યાંય સોશિયલ ડિસટન્સનું પાલન ન થતું હોય અને સંક્રમણ વધતું હોવાનું અનુમાન લગાવી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- કોરોના વિસ્ફોટ: ભાવનગર શહેરમાં 28 પોઝિટિવ કેસ, તો ગાંધીનગરમાં 21 કેસ નોંધાયા
તમામ જગ્યા પર માત્ર પાર્સલ સુવિધા ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે અને તેની કડક અમલવારી પણ મનપા દ્વારા કરાવવામાં આવી રહી છે. છેલ્લા 3 દિવસમાં 25થી વધુ ચાની હોટેલો સિલ કરી મનપાએ લાલ આંખ કરતા રાજકોટ ટી સ્ટોલ એસોસિએશન નિર્ણય કર્યો છે. રાજકોટ ટી સ્ટોલ એસોસિએશને મહત્વ પૂર્ણ નિર્ણય કરી આગામી 3 દિવસ શનિ, રવિ અને સોમવાર સુધી તમામ નાની મોટી 6000 જેટલી ચાની હોટેલો અને લારીઓ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- રાજકોટ જિલ્લા બેંકની ચૂંટણી: ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની તમામ બેઠક બિનહરીફ થશે
મનપા દ્વારા લાલ આંખ કરી દુકાનો સિલ કરી દેતા મોટા પ્રમાણમાં નુકશાની થતી હોવાથી તમામ લોકો સાથે મળી 3 દિવસ બંધ રાખવા નિર્ણય કરી આગામી દિવસોમાં લોકો અને તંત્ર સાથ સહકાર આપે તેવી પણ માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube