તેજશ દવે/મહેસાણા: મહેસાણા જિલ્લાની ઐતિહાસિક નગરી વડનગર આજે લોકો સૌ કોઈ જાણે છે કારણ કે, મહેસાણા જિલ્લાના વડનગરમાંથી ઉછેરેલા અને દેશના પી.એમની ગાદી સુધી પોહચેલા નરેન્દ્રભાઈ મોદીનું વતન છે. ત્યારે ગત રોજ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલે વડનગરની મુલાકત લીધી હતી. જે મુલાકાત દરમિયાન જાત તપાસ બાદ આજે દિલ્હીમાં તેમણે જાહેરાત કરી છે કે, વડનગરનો વિકાસ કરવામાં આવેશે. તેમાં પણ જે જગ્યા પર નરેન્દ્ર મોદી તેના પિતા સાથે ચા બનાવતા અને વહેંચાણ કરતા હતા તે ચાહની કીટલી સહીત વડનગરની વિરસાતોનો ખાસ વિકાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વડનગરમાં ચાની દુકાન પર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળપણમાં ચા વેચતા હતા. તે પર્યટક સ્થળ તરીકે વિકસિત થવાનું શરૂ થયું છે. કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃત પ્રધાન પ્રહલાદ પટેલે ગત રોજ આ કેબીન દુકાનની મુલાકત લીધી હતી. જેમાં કોઈ સુધારો કર્યા વિના એજ જૂની તાજગી યથવાત રાખીને તેના મૂળ સ્વરૂપને જ જાળવવા કાચના કવરથી ઢાંકવાના આદેશ સહીત વડનગરના વિકાસ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે.


આધુનિક સુવિધાઓથી સજ્જ ‘ગુજરાત ભવન’નું દિલ્હીમાં પીએમ મોદીએ કર્યું ઉદ્દઘાટન


આમતો વડનગરને પર્યટન કેન્દ્ર બનાવવાનો નિર્ણય 2017માં લેવામાં આવ્યો હતો. પરંતુ વડનગર રેલવે સ્ટેશનના એક પ્લેટફોર્મ પર ચાની આ દુકાન આવેલી છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત મોદીના જન્મ સ્થાન વડનગરને દુનિયાના નકશા પર લાવવાની વ્યાપક પરિયોજના હેઠળ આ દુનિયાના પર્યટન કેન્દ્રમાં તબદીલ કરવાની આ આંખે આખી યોજના છે. જેમાં રેલવે સ્ટેશન નું આંખે આખું લુક તો ચેન્જ થઇ ગયું છે જે રજવાડી ઠાઠ ધરાવે છે જ્યારે તે ચાની દુકાન ને એજ ઈટીજ રાખી ને પર્યટન ને પ્રોત્સહન આપવા નો પ્રયાસ કરવા માં આવ્યો છે.


અમદાવાદ: ગુજરાત હિરા ઉદ્યોગમાં 2008 કરતા પણ વઘારે ઘાતક મંદીનો માહોલ 


વડનગરમાં સાંસ્કૃતિક મંત્રી પ્રહલાદ પટેલે વડનગરમાં આર્કિયોલોજી સર્વે ઇન્ડિયા દ્વારા ચાલતી ઉતખન્નની સાઇટો સહિત પ્રવાસન સ્થળો કિર્તીતોરણ,તાના-રીરીસમાધિ,શર્મિષ્ઠા તળાવ,રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વડનગરના વિકાસ માટેનો પ્રયાસ અને હાલમાં થઇ રહેલી યોજના અંગેનું તાદશ્ય ચિત્ર એકત્રિત કર્યું હતું. જેમાં વડનગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવશે અને વડનગરના ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો વિશ્વ વિખ્યાત બને તે માટેની જાહેરાત દિલ્હીમાં કરી છે. જેમાં મહેસાણાના વડનગરને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે સાથે નરેન્દ્ર મોદીની ચાની દુકાનને ખાસ વિકસાવવામાં આવશે નરેન્દ્ર મોદીની ચાની દુકાનને કાચથી મઢવામાં આવશે. અને નરેન્દ્ર મોદીની ચાની દુકાનથી લઈને વડાપ્રધાન પદ સુધીની સફરને મહત્વ વડનગરમાં આપશે તેવી જાહેરાત પણ કરી છે. આ જાહેરાતથી સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


સુરત: GIDC વિસ્તારમાં આવેલી સ્ટોન મટિરિયલ્સની દુકાનામાં લાગી આગ


આ પહેલા 2017માં સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય અને ભારતીય સર્વેક્ષણના અધિકારીઓએ વડનગર શહેરની મુલાકાત લીધી હતી. 2014માં લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ રેલીમાં પોતાના બાળપણના દિવસોમાં વડનગર રેલવે સ્ટેશન પર પોતાના પિતા સાથે ચા વહેંચતા હતા. તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. તે જોતા સરકારે હાલમાં વડનગર સહિત મહેસાણા જિલ્લામાં વિકાસની સંપુર્ણ પરિયોજનામાં અંદાજે 100 કરોડ રૂપિયાથી વધારેની રકમ જુદા જુદા વિકાસના કામ સાથે કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.


જુઓ LIVE TV :