No Plastic In Ahmedabad સપના શર્મા/અમદાવાદ : હવેથી પાનના ગલ્લાઓ મસાલો બાંધવા વપરાતી પ્લાસ્ટિકની પન્ની અને ચાની કીટલી ઉપર વપરાતા ડિસ્પોઝલ ગ્લાસ નહીં વાપરી શકાય. 20 તારીખ સુધી તમામ ગલ્લાવાળાઓને અને ચાની કીટલીના વિક્રેતાઓને પ્લાસ્ટિકનો કપ ન વાપરવા સમજાવવામાં આવશે. ત્યાર બાદ પણ જો વિક્રેતાઓ પ્લાસ્ટિકની પન્ની અને ચાના ડિસ્પોઝલ ગ્લાસ બંધ કરવામાં નહીં આવે તો ચાની કીટલી અને દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે. આવતીકાલથી અમદાવાદ ભરમાં આ ઝુંબેશ શરુ કરવામાં આવશે. દૈનિક 25 લાખ જેટલા વેસ્ટમાં નીકળતા પીરાણા ઉપર કચરો ભેગો થતા AMC એ આ નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ચાની લારીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરના સફાઈ અને ગંદકી મામલે કડક કાર્યવાહીના આદેશ બાદ હવે શહેરમાં આવેલા ચાની કીટલીઓ અને દુકાનો પર પેપર કપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.



દુકાનોને સીલ મરાશે 
હાલ AMC ના કર્મચારીઓ પેપર કપ બંધ કરવા લોકોને સૂચના આપી રહી છે. તેમજ જો કપ બંધ કરવામાં નહીં આવે તો AMC સીલ મારશે તેવી નોટિસ પાઠવી રહી છે. 20 જાન્યુઆરી સુધી દરેક ચાની કેટલી ઉપર તપાસ કરી અને તેઓને આ પેપર કપ ન વાપરવા માટે જાણ કરવામાં આવશે અને સમજાવવામાં આવશે. 20 જાન્યુઆરી બાદ જે પણ ચાની કીટલી ઉપર પેપર કપ મળી આવશે તો તે ચાની કીટલી અને દુકાનને સીલ કરી દેવામાં આવશે


આ વિશે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું કે, વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચાની કીટલીઓ અને દુકાનો ઉપર આજથી 4 દિવસ તપાસ કરવામાં આવશે. બાદમાં કાર્યવાહી કરવામાં આવશે. પીરાણા ડમ્પિંગ સાઈટ ઉપર અંદાજે 25 લાખથી વધુ આવા પેપર કપ કચરામાં આવે છે. ચાની કીટલીવાળાએ કપની સાઈઝ પણ નાની કરી દીધી છે જેથી આવા પેપર કપ લોકો ગમે ત્યાં રોડ પર ફેંકી દે છે અને ગટરમાં જાય છે જેથી ગટર ચોકઅપ થઈ જાય છે અને સમસ્યા ઉભી થાય છે.


વધુમાં પાનના ગલ્લાઓ ઉપર પણ તપાસ કરી પલાસ્ટીકની પન્નીઓ વાપરવા ઉપર બંધની જાહેરાત કરી દેવામાં આવી છે. પાનના ગલ્લા ઉપર મસાલા બનાવવા માટે જે પ્લાસ્ટિક વાપરવામાં આવે છે તે વાપરી શકાય નહીં. કારણ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. પાનના ગલ્લા ઉપર મસાલો બનાવવા વાપરવામાં આવતા આ પ્લાસ્ટિકને વાપરી શકાય નહીં