તેજશ મોદી/સુરત :સુરતમાં દીકરીઓ સલામત નથી તેના અનેક પુરાવા વારંવાર મળતા રહે છે. ક્યાંક બાળકી સાથે બળાત્કાર, તો ક્યાંક અત્યાચારના બનાવો છાશવારે બનતા હોય છે. ત્યારે સુરતની એક સ્કૂલના શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pics : માટીમાંથી રૂપિયા કેમ કમાવવા તે ગુજરાતના આ ગામના ખેડૂતો પાસેથી શીખવા જેવું છે


પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઉમરવાડા વિસ્તારમાં મહાનગરપાલિકાની શાળા આવેલી છે. આજે સ્કૂલનો પહેલો દિવસ હોઈ 14 વર્ષની કિશોરીને તેના માતાપિતાએ સ્કૂલ જવા તૈયાર થવાનું કહ્યું હતુ. પણ તેણે સ્કૂલ જવાની ઘસીને ના પાડી હતી. માતાપિતાએ તેની વધુ પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે, સ્કૂલના જીતુ નામના શિક્ષકે તેની સાથે અડપલા કર્યા હતા. વેકેશન પહેલા શિક્ષક તેને પોતાના ઓફિસમાં લઈ ગયા હતા, અને કપડાના બટન ખોલીને છાતીના ભાગ પર હાથ ફેરવ્યો હતો.


ગુજરાતના દરિયા કાંઠા તરફ વધી રહ્યું છે વાવાઝોડું, ભારેથી અતિભારે વરસાદની આગાહી


આમ, વેકેશન બાદ કિશોરીએ આ માહિતી આપતા સઘળી હકીકત બહાર આવ્યો હતો. આ કિસ્સા બાદ તેના માતાપિતા રોષે ભરાયા હતા. પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો સ્કૂલે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. કેટલાક લોકોએ સ્કૂલ પર પત્થરમારો કર્યો હતો. જેના બાદ કિશોરીને સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. કિશોરીના આરોપ બાદ જીતુ નામના શિક્ષકની અટકાયત કરવામાં આવી હતી. લોકો શિક્ષકને માર મારે તે પહેલા જ પોલીસે શિક્ષકની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :