વિપુલ બારડ/ભાવનગર: ગુરુ અને શિષ્યના સબંધને શર્મસાર કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર શહેરની સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓને મોબાઈલમાં બિભત્સ વિડીયો ક્લિપ દેખાડી અને તેમની સાથે શારીરિક અડપલા કર્યાના આક્ષેપ સાથે વાલીઓએ શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ પણ કરી લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના મામાકોઠા રોડ પર આવેલ સરકારી અંબિકા શાળાના શિક્ષક દિશાંત મકવાણા નામના એક શિક્ષક તેમની કલાસની કેટલીક બાળકીઓને મોબાઈલમાં બિભત્સ વીડિયો દેખાડી આને બાદમાં તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો. આટલુ જ નહી આ શિક્ષક વિદ્યાર્થીનીને ધમકાવતો હતો કે, આ અંગે જો કોઈને કહેશે તો નાપાસ કરવાની અને શાળામાંથી કાઢી મુકવાની ધમકીઓ આપતો હતો.


અમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા થશે દૂર, AMCએ બનાવ્યો ‘માસ્ટર પ્લાન’


જુઓ LIVE TV:



જો કે ડરી ગયેલી બાળકીઓ થોડા દિવસ તો કોઈને કાઈ વાત કરી નહિ. પરંતુ બાદમાં આ વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને જાણ કરતા આજે વાલીઓ મહિલાઓ મોટી સંખ્યમાં શાળાએ પહોચ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. જો કે આ સમગ્ર અંગે પોલીસને જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે જઈ વાલીઓને સમજાવી અને તેમને પોલીસ સ્ટેશન લાવી તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી અને બાદમાં આ લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.