શિક્ષક દિને પણ શિક્ષકોની ગરિમા ન સાચવી, સુરેન્દ્રનગરમાં શિક્ષકોને હડધૂત કરાયા
આજે શિક્ષક દિવસ (Teachers Day) છે. દેશભરમાં આજે શિક્ષકોના સન્માનનો અવસર છે. અનેક શહેરોમાં શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે તેનાથી વિપરિત સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકોને શિક્ષક દિન પર જ હડધૂત કરાયા છે. શિક્ષકોની હડધૂત કરતી સુરેન્દ્રનગર પ્રાંત અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ (viral audio) થતા ચકચાર મચી છે.
મયુર સાંધી/સુરેન્દ્રનગર :આજે શિક્ષક દિવસ (Teachers Day) છે. દેશભરમાં આજે શિક્ષકોના સન્માનનો અવસર છે. અનેક શહેરોમાં શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે તેનાથી વિપરિત સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકોને શિક્ષક દિન પર જ હડધૂત કરાયા છે. શિક્ષકોની હડધૂત કરતી સુરેન્દ્રનગર પ્રાંત અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ (viral audio) થતા ચકચાર મચી છે.
શિક્ષક દિવસે (Happy Teachers Day 2021) જ સુરેન્દ્રનગરમાં શિક્ષકોને હડઘૂત કરાયા છે. સુરેન્દ્રનગર પ્રાંત અધિકારીની ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. જેમાં પ્રાંત અધિકારી શિક્ષકોને ખખડાવી રહ્યા છે કે, બે વર્ષથી રજા ભોગવો છો હવે કામમાં આવો. સાથે જ તેમણે શિક્ષકોને કડક શબ્દોમાં સૂચના આપી કે, શિક્ષકોએ રાત્રે 10 વાગ્યા સુધી રસીકરણ કેન્દ્ર પર હાજર રહેવાનું છે. તેમણે શિક્ષકોને પગાર કાપ અને કારણ દર્શક નોટિસ આપવાની પણ ચીમકી આપી. તેમજ શિક્ષકોની કરિયર ખરાબ કરી નાંખીશ એવી પણ ચીમકી આપી હતી.
ત્યારે પ્રાંત અધિકારીના આ શબ્દોનો ઓડિયો વાયરલ થયો છે. ઓડિયો ક્લિપ સામે આવતાં જ શિક્ષણજગતમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પ્રાંત અધિકારી સામે કાર્યવાહીની કરવાની માંગ કરી છે. આમ, હાલ સુરેન્દ્રનગરનો આ કિસ્સો શિક્ષક દિન પર ટોકિંગ પોઈન્ટ બન્યો છે.