ગાંધીનગર : પ્રાથમિક શિક્ષકો પડતર માંગણીઓને લઈને આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો. મોટી સંખ્યામાં શિક્ષકોએ વિધાનસભાને બે થી ત્રણ કલાક સુધી બાનમાં લીધું હતું. વિરોધ પ્રદર્શન બાદ આખરે સરકારને શિક્ષકોની માંગણી સામે ઝૂકવુ પડ્યું હતું. ત્યારે હવે તેમની માંગણી સંતોષાતા તેમણે આંદોલન સમેટી લીધું છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકો એક દિવસની માસ સીએલ પર હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષણ સંધના પ્રમુખ દિગ્વિજય સિંહે કહ્યું કે, અમારી ધરપકડ થઈ. સરકારે આ બાબતની ગંભીર નોંધ લીધી. સળંગ નોકરી મામલે ઝડપથી નિકાલ થાય તેવી બાંહેધરી સરકાર દ્વારા આપવામાં આવી છે. શિક્ષણ મંત્રીએ આ બાબતનો ભરોસો આપતા અમે ખાતરી પડી છે. જેથી અમે આ હડતાળ પૂરી કરી છે. માસ સીએલ અને ધરણાનો કાર્યક્રમ પૂરો કર્યો છે. જોકે, તેમની માંગણીઓ પૂરી કરશે તેવી લેખિતમાં કોઈ પુરાવો આપાવમાં આવ્યો નથી, માત્ર હૈયાધારણા આપવામાં આવી છે. 


સરકારે ધીરજ આપતા જ શિક્ષણ સમિતિના પ્રમુખે જાહેરાત કરી હતી કે, આ આંદોલન સમેટાઈ ગયું છે. શિક્ષકોના ઉગ્ર દેખાવો સામે આખરે સરકારને ઝૂકવુ પડ્યું હતું અને તેમની માંગણી સંતોષવા માટે સરકાર દ્વારા 3 મંત્રીઓના કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. જેના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નો શિક્ષણ મંત્રીએ સાંભળીને તેને ઉકેલવાની દિશામાં પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. શિક્ષણ મંત્રીએ શિક્ષકોને અને આંદોલન સમિતિને ધીરજ રાખવા માટે કહ્યું હતું. ત્યારે શિક્ષણ સમિતિએ પણ આ હડતાળ બંધ બારણે થયેલી આ મીટિંગ બાદ ભૂપેન્દ્ર ચૂડાસમાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આંદોલનથી વિવાદથી  કોઈપણ પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. આ સંવાદમાં માનનારી સરકાર છે. પ્રશ્ન સમસ્યાની મુદ્દાની ચર્ચા કરીને ઉકેલ લાવ્યા છે
.
પ્રાથમિકથી લઈને ઉચ્ચતર શિક્ષણના તમામ સંઘો સાથે બેઠકો કરી છે. ત્રણ મંત્રીઓની કમિટી આ મુદ્દે પણ સાંભળીને હકારાત્મક રીતે સરકારની મર્યાદામાં પ્રયત્ન કરશે. ત્રણ મંત્રીઓની કમિટી, આ મુદ્દે એમને સાંભળીને હકારાત્મક ઉકેલ આવશે. પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજય સિંહ અને મહામંત્રી અમને મળી ગયા છે. મેં એમને હૈયાધારણા આપી છે કે ધીરજ રાખો. કમિટીની રચના કરાઇ છે ત્યારે આગામી દિવસોમાં શિક્ષક સંઘ અને અધિકારીઓ વચ્ચે બેઠક કરીને હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે. મને મારા શિક્ષક ભાઇ બહેનો પર સંપૂર્ણ વિશ્નાસ છે. મેં એમને મારા પરિવાર કહ્યો છે.



કોંગ્રેસ મુદ્દે શિક્ષણ મંત્રીએ કહ્યું કે, આ મુદ્દામાં પણ આ લાગણીથી જ ઉકેલનો પ્રયાસ કરાશે. પરંતુ આ સંજોગો જોઇ કોંગ્રેસ રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહી છે. આ મુદ્દાની પણ ઉકેલ લવાશે. કોંગ્રેસ આનો રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ ન કરે. આગામી દિવસોમાં બેઠકમાં ઉકેલ લવાશે.