તૃષાર પટેલ, વડોદરા: રાજ્ય સહિત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે તેવા સમયે આ શાળાઓના શિક્ષકો દ્વારા પોતાના વેકેશન સમયનું દાન કરી નબળા વિદ્યાર્થીઓનો અભ્યાસ મજબૂત થાય તેવા ઈરાદા સાથે અનોખું અભિયાન ચલાવી રહ્યા છે. વેકેશનના માહોલ વચ્ચે શિક્ષકો સમય કાઢીને અભ્યાસમાં નબળી સ્થિતિવાળા બાળકોને વિદ્યાભાસ કરાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર માર્શલ એચ. એસ. અરોરાએ વડોદરા એરફોર્સ સ્ટેશનની મુલાકાત લીધી 


એક તરફ શાળાઓમાં વેકેશનનો માહોલ છે તો બીજી તરફ વડોદરા નગરપાલિકા શિક્ષણ સમિતિના કેટલાક શિક્ષકો પોતાનો કિંમતી સમય કાઢીને અભ્યાસમાં નબળા હોય તેવા વિદ્યાર્થીઓને વિદ્યાનું દાન આપી રહ્યા છે. વેકેશનના માહોલ વચ્ચે પ્રવાસ પર્યટન અને આરામ છોડીને આ શિક્ષકો કોઈ પણ પ્રકારના ભથ્થા કે વળતરની અપેક્ષા રાખ્યા વિના આગામી 10મી જૂન સુધી વિદ્યાર્થીઓને ભણાવવા માટે તૈયાર થયા છે. નબળા વિદ્યાર્થીઓને  વધુ અભ્યાસ કરાવી તેઓને સામાન્ય બાળકો સમકક્ષ બનાવવા સરકારના આ અભિયાન અંતર્ગત પાલીકા સમિતિની શાળાઓમાં આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. શાળાઓમાં હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે જેઓ અભ્યાસકીય પ્રવૃત્તિમાં નબળા છે તેવા વિદ્યાર્થીઓની વાંચન, લેખન, અને ગણતરીની મુશ્કેલી દૂર થાય તેવા પ્રયાસ શાળામાં વેકેશન દરમિયાન અભ્યાસ કરાવતાં શિક્ષકોનો છે.


વડોદરા મહાનગર પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ પેકી 23 જેટલી શાળાઓમાં આ અભિયાન હાલ ચાલી રહ્યું છે અને એમાં 44 જેટલા શિક્ષકોએ સ્વેચ્છાએ કોઈ પણ દબાણ વિના કે વળતરની આશા રાખ્યા વિના પોતાનો સમય આવા વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્ય માટે આપ્યો છે. સવારે 8 વાગ્યા થી લઈને 10 વાગ્યા સુધી શાળામાં શિક્ષકો આવી જાય છે અને વિદ્યાર્થીઓને અભ્યાસકીય પ્રવૃત્તિ કરાવે છે. નબળા વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની હરોળમાં આવી શકે તે માટેના આ અભિયાનમાં વાલીઓ પણ ઉત્સાહ સાથે જોડાયા છે. વાલીઓ પોતાના બાળકોને હોંશે હોંશે શાળામાં મુકવા આવે છે તો વળી અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ શાળા ખાતે બાળકોને લેવા પણ આવી જાય છે.પ્રાથમિક શાળાના શિક્ષકોના અભિયાનને વાલીઓ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...