રાજકોટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો મોબાઈલ ચોરાયો, ગઈકાલથી ગુમ થયો હોવાની ચર્ચા
India vs Australia 3rd ODI : રાજકોટના રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાજકોટમાં મેચ રમાશે... મેચના એક દિવસ પહેલા નેટ પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્શન રોહિત શર્માનો મોબાઈલ ફોન ચોરાયો છે
Rajkot News : રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં થોડા કલાકોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે રાજકોટમાં મહાજંગ શરૂ થશે. સિરીઝની અંતિમ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. પહેલી 2 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. રાજકોટમાં આજે ક્રિકેટ ફીવર જામશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે સિરીઝની અંતિમ વનડે મેચ છે. પરંતુ તે પહેલા ગજબ થઈ ગયું છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટનનો જ મોબાઈલ ચોરી થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો આઈફોન iPhone ચોરાયો હોવાની માહિતી સામે આવી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારના રોજ સાંજે આખી ટીમ પ્રેક્ટિસમાં વ્યસ્ત હતી. ત્યારે નેટ પ્રેક્ટિસ પૂર્ણ થયા બાદ રોહિત શર્માનો iPhone ચોરાયો હોવાની ચર્ચા ઉઠી છે. એવું કહેવાય છે કે, સૂત્રોના જણાવ્યા અનુસાર રોહિત શર્મા દ્વારા પોતાનો iPhone ગુમ થયો હોવાની જાણ કરવામાં આવતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ અને રાજકોટ ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તેમજ જવાનો દ્વારા મોડી રાત સુધી iPhone બાબતે તપાસ ચલાવવામાં આવી હતી. પરંતુ રોહિત શર્માનો iPhone મળ્યો ન હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.
IND Vs AUS : રાજકોટમાં રમાનારી મેચમાં વરસાદ આવશે કે નહિ, કેવી છે આજની આગાહી
હાલ આ બાબતની પુષ્ટિ થઈ નથી. પરંતુ રોહિત શર્માનો આઈફોન ચોરાયાની ચર્ચા ટાઉનમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મેચ દરમિયાન ચોર ટોળકી એક્ટિવ થઈ જાય છે. ચાલુ મેચમાં અનેક દર્શકોના મોબાઈલ ફોન ચોરાતા હોય છે. ત્યારે ખુદ ટીમ ઈન્ડિયાના કેપ્શનનો જ ફોન ચોરાય તે મોટી બાબત છે.
મેચ માટે ચુસ્ત બંદોબસ્ત
ખંઢેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે મેચ રમાશે. 3 મેચની સીરિઝમાંથી ભારતે 2 મેચ જીતી સીરીઝ પોતાના નામે કરી લીધી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે મેચ નિહાળવા મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉમટશે. બપોરે 1.30 વાગ્યે મેચ શરુ થશે. સ્ટેડિયમ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. એન્ટ્રીથી લઈને એક્ઝિટ પોઇન્ટ સુધી કડક સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજની મેચને લઈને ભારતે કેટલાક ફેરફાર કર્યાં છે. શુભમન ગીલ, મોહમ્મદ શામી આજની મેચ નહિ રમે. હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર પણ આજની મેચમાં નથી.
અમદાવાદના યુવક હર્ષ સંઘવીને ચાલુ બસમાં આવ્યો હાર્ટએટેક, રાજસ્થાન યાત્રાએ ગયા હતા