ચેતન પટેલ/સુરત :સુરતના લિંબાયત વિસ્તારમા આવેલી ઉર્દુ સ્કુલમાં એક કિશોર ચપ્પુ લઇને ઘૂસી ગયો હતો. કિશોર ચપ્પુ લઇને સીધો કલાસરુમમા ઘુસ્યો હતો અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ચપ્પુ બતાવીને તેને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ થતા જ સ્થાનિક લોકોનુ ટોળું એકઠુ થઈ ગયુ હતુ અને કિશોરને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ : 200 કરોડની કરચોરી તપાસમાં અધિકારીઓ જ્યારે ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા, તો ભોંઠા પડી ગયા


બીજી તરફ ઘટનાની જાણ થતા જ લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કિશોરને સહીસલામત રીતે પોલીસ મથકે લઇ જવામાં આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મહત્વની વાત એ છે કે છેલ્લા 15 દિવસથી આ કિશોર વિદ્યાર્થીનીને હેરાન કરી તેની છેડતી કરતો હોવાનો આક્ષેપ કરાયો હતો. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :