ભુજ: કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી બે દિવસ પહેલા પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું જેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ રવિવારે કચ્છના ખાવડા સીમામાં વહેલી સવારે ફેન્સિંગ પાર કરતો પાકિસ્તાની કિશોર ઝડપાયો હતો. આ 15 વર્ષીય કિશોર પાકિસ્તાનના થરપાકર જિલ્લાનો રહેવાસી છે. કિશોરનું કહેવું છે કે, તે ઘરેથી ભાગીને આવ્યો છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયા છે કે, જો આ કિશોર ઘરેથી ભાગી આવ્યો છે તો તેણે કચ્છ વિસ્તાર જ કેમ પસંદ કર્યો. તો બીજી તરફ સીમા પર પેટ્રોલિંગ કરતા પાક રેન્જર્સની નજરથી બચીને આ કિશોર અહીં કઈ રીતે પહોંચ્યો. જેવા અનેક પ્રશ્નો અંગે ભારતીય એજન્સી તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રોના જણાવ્યા અનુસાર, કચ્છ નજીક સીમા પાર પાક. રેન્જર્સના ઘણા કેમ્પ આવેલા છે અને પાક. રેન્જર્સ દ્વારા સીમા પર સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ત્યારે પાક. રેન્જર્સની નજરથી બચીને કિશોર ફેન્સિંગ પાસે કેવી રીતે આવી પહોંચ્યો અને આ મામલે કોઈને ખબર પણ ન પડે તે આશ્ચર્યની વાત છે. જો કે, પાક. એજન્સીઓ દ્વારા સીમા પર નજર રાખવા ડ્રોન, હાઈરેન્જ દુરબીન જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેમ છતાં આ કિશોર કોઈની નજરમાં આવતો નથી અને આ બધાથી બચીને તે ફેન્સિંગ પાસે પહોંચી જાય છે તે નવાઈની વાત છે.


આ પણ વાંચો:- આ છે ગીર જંગલનો સૌથી હેન્ડસમ સિંહ, પ્રવાસીઓ પણ એક ઝલક જોવા માટે હોય છે તલપાપડ


સુત્રોનું માનવું છે કે, પાક. એજન્સીઓ દ્વારા દરિયામાં ભારતીય વિસ્તારો પર નજર રાખવા જેમ માછીમારોનો ઉપયોગ કરવામાં આવે છે તેમ આ કિશોરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સુત્રોનું કહેવું છે કે પાક. એજન્સીઓ જાણે છે કે ભારતમાં 18 વર્ષથી નાની ઉમરના સગીરને વધુ સજા કરાતી નથી. જેથી આ કિશોર બાળકને અહીંયાની તમામ માહિતી તેમના સુધી પહોંચાડવા માટે મોકલવામં આવ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે, સત્ય શું છે તે જાણવા માટે ભારતીય એજન્સીઓ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:- સંબંઘ બાંધવાની ના પાડતા યુવક મિત્ર સાથે મળીને કિશોરીના કપડા કાઢવા લાગ્યો અને...


ઉલ્લેખનીય છે કે, ગુજરાતનો દરિયાકાંઠો સૌથી લાંબો છે. જ્યારે પાકિસ્તાન અવારનવાર ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હોય છે. ત્યારે કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું જેકેટ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ જખૌ નજીક આવેલા ખીદરત ટાપુ પાસેથી પાકિસ્તાન મરીન સિક્યોરિટીનું બુલેટપ્રુફ જેકેટ મળી આવ્યું છે. સ્ટેટ આઈબી દ્વારા બાતમી અપાઈ હતી. જખૌ મરીન પોલીસે પાક સિક્યોરિટીનું જેકેટ કબજે કરી લીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી માત્ર ચરસ જ મળતા હત હવે જેકેટ આવતા ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવી ગયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube