ટાબરિયાઓએ ખેલ્યો ખુની ખેલ: પ્રેમ પ્રકરણમાં ફિલ્મોને શરમાવે તેવી રીતે 16 વર્ષનાં કિશોરની હત્યા
જિલ્લાના હાલોલ તાલુકાના તલાવડીમાં એક જ યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં બે પ્રેમીઓ વચ્ચેની હરિફાઇ લોહીયાળ બની હતી. આ બંન્ને વચ્ચે ચાલી રહેલી માથાકુટમાં બચાવવા માટે વચ્ચે પડેલા 16 વર્ષના કિશોરની હત્યાથી ચકચાર મચી ગઇ છે. બે યુવાનોને ગંભીર ઇજા હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હત્યાના આ બનાવમાં પાવાગઢ પોલીસે હત્યા અને એટ્રોસિટી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
પંચમહાલ : જિલ્લાના હાલોલ તાલુકાના તલાવડીમાં એક જ યુવતી સાથેના પ્રેમ પ્રકરણમાં બે પ્રેમીઓ વચ્ચેની હરિફાઇ લોહીયાળ બની હતી. આ બંન્ને વચ્ચે ચાલી રહેલી માથાકુટમાં બચાવવા માટે વચ્ચે પડેલા 16 વર્ષના કિશોરની હત્યાથી ચકચાર મચી ગઇ છે. બે યુવાનોને ગંભીર ઇજા હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હત્યાના આ બનાવમાં પાવાગઢ પોલીસે હત્યા અને એટ્રોસિટી સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.
ઘાટા ગામમાં રહેતા મહેશ સોમાભાઇ રાઠવા મોબાઇલ પર અમરાપુર ગામના મિત્ર સંજય કંચન પરમારનો ફોન આવ્યો હતો. હું તારા ગામમાં આવું છું અને રૂબરૂ મળીએ. બપોરે સંજય અને જયદેવ વિઠ્ઠલપરમાર બાઇક લઇને આવ્યા હતા. ત્રણેય બાઇકો પર તલાવડીના સ્મશાન નજીક જંગલમાં ગયા હતા.
જયદેવે મહેશને કહ્યું કે, હિતેન્દ્રને ફોન કરી બોલાવો તેનું કામ છે, તેમ કહેતા મહેશે હિતેન્દ્રને ફોન કર્યો હતો. જેથી હિતેન્દ્ર તેના મિત્ર દશરથની સાથે લઇને જંગલમાં આવી પહોંચ્યો હતો. થોડા સમય બાદ પાંચેય મિત્રો વાતચીત કરી હતી. દરમિયાન જયદેવે હિતેન્દ્રને થોડી દુર લઇને ગયો હતો. જયદેવે સાથે લાવેલું ધારદાર ખંજર કાઢીને હિનેન્દ્ર પર હુમલો કર્યો હતો.
હિતેન્દ્રને બચાવવા બુમો પાડતા નજીકમાં રહેલા મહેશ, સંજય અને દશરથ દોડી ગયા હતા. જ્યાં મહેશને છોડાવવા વચ્ચે પડ્યા હતા. સંજયે મહેશને પાછળથી પકડી જયદેવે ખંજર પકડી લીધું હતું. જો કે ખંજર એટલું ધારદાર હતું કે તેનો હાથ ચીરાઇ ગયો હતો. 16 વર્ષનો દશરથ ગભરાયો હતો અને પોતાના મિત્રને બચાવવા વચ્ચે પડ્યો હતો.
ગંભીર રીતે ઘાયલ હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવી ત્યાંથી ભાગી છુટતા દશરથે સમગ્ર ઘટના અંગે જાણ કરશે તેવી બીક વચ્ચે લોહીથી લથબથ હાલતમાં જીવ બચાવી ભાગી રહેલા દશરથને સંજય અને જયદેવે પકડી ખંજરના ઘા ઝિંકી દીધા હતા. જેથી દશરથનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ બંન્ને હતત્યારા ભાગી છુટ્યા હતા.
હિતેન્દ્ર અને મહેશ જીવ બચાવી રોડ પર આવી 108 બોલાવી હાલોલ રેફરલ હોસ્પિટલ ગયા હતા. જ્યાં હિતેન્દ્રની સ્થિતી નાજુક હોવાથી તેને હાલોલની ખાનગી હોસ્પિટલ ખાતે દાકલ કરાયો હતો. પાવાગઢ પોલીસે હત્યારા જયદેવ પરમાર અને સંજય પરમાર વિરુદ્ધ હત્યા, હુમલો, એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube