તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે કરેલી જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, ચુકાદો અનામત રાખ્યો
સરકારે રજૂઆત કરી હતી કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે, તપાસનો તબક્કો છે અને આરોપીઓ વગદાર તેમ જ કેસની તપાસને અસર પાડી શકે તેવા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત રમખાણો કેસમાં ધરપકડ કરાયેલ તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારે કરેલી જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કરતા તીસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમાર સામેના પ્રાથમિક પુરાવા કોર્ટના રેકોર્ડ પર મૂક્યા. સરકારી વકીલે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓને જામીન આપવામાં આવે તો કેસની તપાસને અસર પડશે.
સરકારે રજૂઆત કરી હતી કે, હાલ કેસની તપાસ ચાલી રહી છે, તપાસનો તબક્કો છે અને આરોપીઓ વગદાર તેમ જ કેસની તપાસને અસર પાડી શકે તેવા છે. તેવા સંજોગોમાં જામીન ન આપવા જોઈએ. રાજકીય પક્ષ સાથેનું મેળાપીપળું અને અન્ય બાબતો પણ જામીન અરજીના વિરોધમાં કરવામાં આવી છે.
તીસ્તા સેતલવાડે પોતે સ્ત્રી હોવાથી જામીન આપવાની માંગણી કરી. જોકે સરકારે આ રજૂઆતનો પણ વિરોધ કર્યો હતો. પોતાની પર ખોટો કેસ થયો હોવાની તીસ્તા અને આર બી શ્રીકુમારે રજૂઆત કરી અને આ તબક્કે જામીન મંજૂર કરવા જોઈએ તેવી રજૂઆત કરી હતી.
મહત્વનું છે કે, સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો છે. આગામી મંગળવાર અથવા બુધવારે સેશન્સ કોર્ટ ચુકાદો આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube