ઝી બ્યુરો/અમદાવાદ: કોંગ્રેસના રાહુલ ગાંધી બાદ હવે બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાઈ છે. જી હા. ગુજરાત અને ગુજરાતીઓને ઠગ કહેવા બદલ ફરિયાદ નોંધાઈ છે. તેજસ્વી યાદવે ગુજરાતીઓ વિરૂદ્ધ ઠગ, ધૃત સહિતનાં અશોભનીય શબ્દપ્રયોગ કરી અપમાન કર્યાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાહેર માધ્યમથી આવા નિવેદન બાદ ગુજરાતીઓ પ્રત્યે લોકોને દ્રષ્ટિ બદલાઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયોછે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આગામી બે દિવસ વાવાઝોડા સાથે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં વરસાદ શરૂ


બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું અરજીમાં જણાવાયું છે. તેજસ્વી યાદવે આ નિવેદન 22 માર્ચ 2023નાં રોજ આપ્યું હતું. અરજદારે ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે તે યોગ્ય નથી. બિહારનાં નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે. આ અરજી સંદર્ભે 1મે નાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 


BIG BREAKING: CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ DySpની અચાનક બદલી


મેહુલ ચોકસીના મુદ્દે તેજસ્વી યાદવે ગુજરાતીઓને કહ્યા ઠગ
બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું હતું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે.


હવે માર્કશીટ પર નાપાસ લખીને આવશે, તમારું સંતાન ભણતું હોય તો આ નિયમ જાણી લેજો