અમદાવાદ: સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીનો કેર વધ્યો છે. ગરમી સતત વધી રહી છે. લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. આકરો તાપ શરીરને સ્પર્શ કરતા જ દાઝ્યા જેવી અનુભૂતિ થાય છે. રાજ્યમાં આજે અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર જોવા મળ્યું છે. આકરા તાપમાં લોકો ભઠ્ઠીમાં શેકાતા હોય તેવી યાતના અનુભવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન ખાતાએ જે આંકડા રજુ કર્યાં છે તે મુજબ કંડલા એરપોર્ટ પર આજે 45.2 ડિગ્રી એમ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. જ્યારે  અમરેલીમાં 44.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી, અમદાવાદમાં    44.3 ડિગ્રી,રાજકોટમાં 44 ડિગ્રી, ઈડરમાં 43.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 43.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43 ડિગ્રી, વડોદરામાં 43 ડિગ્રી,  ડીસામાં 42 ડિગ્રી, ભુજમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41 ડિગ્રી, મહુવામાં 39.4 ડિગ્રી, સુરતમાં 38.6 ડિગ્રી અને વલસાડમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આકરા તાપમાં શહેરીજનોએ ધ્યાનમાં રાખવું કે બને ત્યાં સુધી તડકામાં બહાર જવાનું ટાળવું. શરીરમાં પાણી જળવાવું જોઈએ. જે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.